અરવિંદ કેજરીવાલે પંજાબના AAP ધારાસભ્યોને સોંપી મહત્વની જવાબદારી
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના ધારાસભ્યોને મહત્વની જવાબદારી સોંપી છે.
પંજાબના બટાલાના ધારાસભ્ય શેરી કલસી, ખડૂર સાહિબના ધારાસભ્ય મનજિન્દર સિંહ લાલપુરા અને રોપરના ધારાસભ્ય દિનેશ ચઢ્ઢાને મધ્ય પ્રદેશના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ અંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સભ્ય સંદીપ પાઠક દ્વારા જાહેર કરવામાં આવેલા એક પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત લેહરાગાગા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય બરિન્દર ગોયલને પહાડી રાજ્ય ઉત્તરાખંડના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
