Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગડકરી માનહાનિ કેસમાં કેજરીવાલને હાઇકોર્ટથી ઝાટકો

નવી દિલ્હી, 27 મે : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટમાંથી પણ રાહત મળી નથી. કોર્ટે જામીન અરજીની સુનવણી કરતા સમયે જામીન બોન્ડ ભરવાનો જ આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે ભાજપના નેતા નીતિન ગડકરી સામે માનહાનિના કેસમાં તેઓ તિહાર જેલમાં બંધ છે.

કેજરીવાલને એ સમયે જેલ મોકલવામાં આવ્યા હતા, જ્યારે તેમણે પોતાની વિરુદ્ધ નોંધાયેલા માનહાનિ કેસમાં બેલ બોન્ડની રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમને કાયદાની ખોટી વ્યાખ્યા કરીને ખોટી રીતે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે.

arvind-slap

આ અરજી તેમના વકીલ પ્રશાંત ભૂષણે ન્યાયાધિશ બી ડી અહેમદ અને એસ મૃદુલની પીઠ સમક્ષ નોંધાવી હતી. પીઠે જણાવ્યું કે આ અરજી પર આગલી સુનવણી આવતા મંગળવારે કરવામાં આવશે. આ અરજીમાં મેજિસ્ટ્રેટ અદાલતના 21 મે અને 23 મેના નિર્ણયોની પડકારવામાં આવ્યા હતા, જેમાં કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે અમ કરવું જરૂરી નથી. તેમને લેખિતમાં સોગંદનામુ આપવાની અનુમતિ આપવી જોઇતી હતી. કેજરીવાલની વિરુદ્ધ અપરાધિક માનહાનિનો આ કેસ ભાજપના નેતા નીતિન ગડકરીએ નોંધાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X