For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેટ્રિક લગાવતા જ કેજરીવાલે આપ્યો મોબાઈલ નંબર કહ્યુ, રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાવ

રુઝાનોમાં બહુમત મળવા સાથે જ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી રાષ્ટ્રીય રાજનીતિમાં દસ્તક દેવાના સંકેત આપી દીધા છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લી વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘોષિત થવા સાથે જ આમ આદમી પાર્ટીએ પ્રારંભિક રુઝાનોમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. અત્યાર સુધીના રુઝાનો મુજબ આમ આદમી પાર્ટી 50થી વધુ સીટો પર આગળ છે. આ પહેલા 8 ફેબ્રુઆરીએ થયેલ મતદાન બાદ જારી એક્ઝિટ પોલમાં પણ અનુમાન લગાવવામાં આવ્યુ હતુ કે દિલ્લીમાં એક વાર ફરીથી અરવિંદ કેજરીવાલનો જાદૂ ચાલી ગયો છે. જો કે ભાજપના નેતા સતત દાવો કરતા રહ્યા છે કે એક્ઝિટ પોલ ખોટા પડશે અને દિલ્લીમાં તેમની સરકાર બનશે. આ દરમિયાન રુઝાનોમાં બહુમત મળવા સાથે જ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વાર ફરીથી રાષ્ટ્રીય રાજનીતિમાં દસ્તક દેવાના સંકેત આપી દીધા છે.

રાષ્ટ્રીય રાજનીતિમાં દસ્તકના સંકેત

રાષ્ટ્રીય રાજનીતિમાં દસ્તકના સંકેત

ચૂંટણી પરિણામોમાં બહુમત મળતો જોઈ આમ આદમી પાર્ટા ટ્વિટર હેન્ડલ પર એક મોબાઈલ નંબર લખેલુ પોસ્ટર જારી કરી દેવામાં આવ્યુ છે. આ પોસ્ટર આમ આદમી પાર્ટીના દિલ્લી સ્થિત મુખ્યાલય પર પણ લગાવી દેવામાં આવ્યુ છે. આ પોસ્ટરમાં લખ્યુ છે - ‘રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાવા માટે Missed Call કરો 9871010101.' આનો અર્થ સ્પષ્ટ છે કે દિલ્લાં જીતની હેટ્રિક લગાવ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલ હવે રાષ્ટ્રીય રાજનીતિમાં એક વાર ફરીથી દસ્તક દેશે.

‘હું જવાબદારી લેવા તૈયાર'

‘હું જવાબદારી લેવા તૈયાર'

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીના રુઝાનોમાં દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામોના રુઝાન જોઈ મનોજ તિવારીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ, ‘કાર્યકર્તાઓએ અત્યારે હતાશ થવાની જરૂર નથી. હજુ એવી ઘણી સીટો પર ગણતરી ચાલી રહી છે જ્યાં હાર-જીતનુ અંતર ઘણુ ઓછુ છે. આ ચૂંટણીમાં ભાજપ હારે કે જીતે, હું બંનેની જવાબદારી લેવા માટે તૈયાર છુ.' જો કે આ પહેલા મનોજ તિવારીએ સવારે મીડિયા સાથે વાત કરીને કહ્યુ હતુ, ‘મને પૂરો ભરોસો છે કે આજનો દિવસ ભાજપ માટે સારો દિવસ સાબિત થશે. ભાજપના કાર્યાલયમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આજે અમે દિલ્લીમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. તમે લોકો આશ્ચર્ય ન કરતા જો આજે અમે 55 સીટો જીતી જઈએ.'

શાહીન બાગથી કેટલી અસર પડી

શાહીન બાગથી કેટલી અસર પડી

દિલ્લી ચૂંટણીમાં આ વખતે શાહીન બાગનો મુદ્દો પણ ગરમાયેલો રહ્યો હતો. નાગરિકતા સુધારા કાયદા સામે દિલ્લીના શાહીન બાગમાં લોકો છેલ્લા લગભગ 2 મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્લીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શાહીન બાગ માટે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ વિવાદિત નિવેદન પણ આપ્યા હતા. જેના માટે ચૂંટણી પંચે બંને નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. દિલ્લીમાં 2015માં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો પર જીત મેળવી હતી. ભાજપને 2015માં માત્ર ત્રણ સીટો જ મળી હતી જ્યારે કોંગ્રેસનુ ખાતુ પણ નહોતુ ખુલી શક્યુ.

આ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ ઝીરો મેળવનાર કોંગ્રેસ નેતાએ કેજરીવાલને પાઠવ્યા અભિનંદનઆ પણ વાંચોઃ દિલ્લી ચૂંટણીઃ ઝીરો મેળવનાર કોંગ્રેસ નેતાએ કેજરીવાલને પાઠવ્યા અભિનંદન

English summary
Arvind Kejriwal Gives Mobile Number Just After Election Results Trends.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X