સિસોદિયાની ED એ ધરપકડ કરતા કેજરીવાલ ભડક્યા, કહ્યું-જનતા બધુ જોઈ રહી છે
મનીષ સિસોદિયાની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે, મનીષની અગાઉ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈને દરોડામાં કોઈ પુરાવા કે પૈસા મળ્યા નથી.
નવી દિલ્હી : મનીષ સિસોદિયાની ધરપકડ બાદ રાજનીતિ ચાલી રહી છે ત્યારે હવે ઈડીએ મનીષ સિસોદિયાની ધરપકડ કરતા અરવિંદ કેજરીવાલ ભડક્યા છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરાતા આમ આદમી પાર્ટીના સમર્થકો વિરોધ કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સિસોદિયાની નકલી કેસમાં ધરપકડ કરીને મોદી સરકાર તેને કોઈપણ ભોગે લાંબો સમય જેલમાં રાખવા મક્કમ છે. જનતા બધું જોઈ રહી છે અને સમય આવશે ત્યારે યોગ્ય જવાબ આપશે.

ED દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યુ કે, મનીષની અગાઉ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈને દરોડામાં કોઈ પુરાવા કે પૈસા મળ્યા નથી. તેમની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી થવાની છે. EDએ આજે તેની ધરપકડ કરી છે. તેનો એક જ ઉદ્દેશ્ય છે મનીષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને વધુમાં વધુ સમય જેલમાં રાખવાનો. જનતા જોઈ રહી છે અને યોગ્ય જવાબ આપશે.
અહીં તમને જણાવી દઈએ કે ED એ ગુરુવારે તિહાર જેલમાં પૂછપરછ બાદ એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગના આરોપમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે. અગાઉ તે સીબીઆઈની કસ્ટડીમાં હતા. ED એ પૂછપરછ કર્યા પછી ત્રણ દિવસમાં બીજી વખત ધરપકડ કરી છે. EDએ પહેલા 7 માર્ચે લગભગ પાંચ કલાક સુધી તેમનું નિવેદન નોંધ્યું હતું.












Click it and Unblock the Notifications
