દગાખોર, બિમાર અરવિંદ કેજરીવાલને જેલ ભેગાં કરો: લાલૂ પ્રસાદ યાદવ

lalu-prasad-yadav
નવી દિલ્હી, 18 ઑક્ટોબર: અરવિંદ કેજરીવાલના આરોપોથી ભાજપ સમીસમી ઉઠી છે ત્યારે કોંગ્રેસ મજા માણી રહી છે તો બીજી તરફ આરજેડીના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે અરવિંદ કેજરીવાલ સાંણસામાં લીધા છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ કોણ છે જે બધાની ઉપર આરોપો પર આરોપો લગાવી રહ્યાં છે. અણ્ણાજીની સાથે ચાલનાર અરવિંદ કેજરીવાલને નેતા બનવાની બિમારી છે માટે તે કંઇપણ કહી રહ્યાં છે.

અરે અણ્ણાની સાથે પણ કેજરીવાલે ગોટાળો કર્યો, તેમને દગો આપ્યો માટે અણ્ણાએ તેમને પોતાની ટીમમાંથી હાંકી કાઢ્યાં. કેજરીવાલ એક નિષ્કાસિત વ્યક્તિ છે, આપણા દેશમાં લોકોને નેતા બનવાની બિમારી છે, અરવિંદ કેજરીવાલ પણ આ રોગથી પીડાય છે, પરંતુ આનો મતલબ એ નથી કે કોઇપણના વિરૂદ્ધ ગમે તે કહી દો, ગમે તેને ગાળ આપો. લાલૂ યાદવે કહ્યું હતું કે અરે અરવિંદ કેજરીવાલ કોણ છે, તેને કોણે ચૂંટ્યા છે, તેને જેલ ભેગાં કરવા જોઇએ, શું ગાંધી ટોપી લગાવવાથી આદમી નેતા બની જતો નથી.

ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે અરવિંદ કેજરીવાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી પર આરોપ લગાવ્યો છે કે તેમને ખેડૂતોની લાશ પર પોતાનો ધંધો ઉભો કર્યો છે, પોતાના ધંધા માટે તેમને ખેડૂતોની જમીન પર કબજો મેળવ્યો છે જેથી ખેડૂતો તેમના કારણે આત્મહત્યા કરવા માટે ઉતાવળા થયા છે. જેના જવાબમાં નિતિન ગડકરીએ બધા આરોપોને ખોટાં અને પાયાવિહોણા ગણાવ્યા છે અને કહ્યું હતું કે તે ચિલ્લર છાપ આરોપોને તે ભાવ આપતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X