For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધરપકડ બાદ તિહાર જેલમાં ભૂખ હડતાલ પર કેજરીવાલ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મેઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કજેરીવાલને અનશન અને આંદોલનની આદત પડી ગઇ છે. કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ તેમને તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જેલમાં પણ અરવિંદ કેજરીવાલે આંદોલન શરૂ કરી દીધા છે. કેજરીવાલ તિહાર જેલમાં ભૂખ હડતાળ પર છે. તેમણે તિહારમાં રાત્રે ભોજન કર્યું નથી.

arvindnew
જો કે, આ એક પ્રશ્ન છેકે શું આમ આદમી પાર્ટીના સંયોજક ભૂખ હડતાળ કરી રહ્યાં છે. એ વાતની પૃષ્ટિ હજુ સુધી થઇ નથી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કેજરીવાલે ખાવાનો ઇન્કાર કરી દીધા બાદ જેલ પ્રશાસને ડોક્ટરને બોલાવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરાવી છે.

તમને જણાવી દઇએ કે, કેજરીવાલે ભાજપના નેતા નીતિન ગડકરી દ્વારા અહીની એક અદાલતમાં દાખલ કરેલી અપરાધિક માનહાનિના મામલામાં જમાનતની રકમ ભરવાનો ઇન્કાર કરી દીધો હતો, ત્યાર બાદ તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના સમર્થકોએ તિહાર જેલની બહાર જોરદાર હંગામો કર્યો.

આપ કાર્યકર્તાઓના હંગામાને જોઇને તિહાર જેલની બહાર ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. પટિયાલા હાઉસ કોર્ટે કેજરીવાલને 23 મે સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી 23 મેના રોજ થશે.

English summary
Indian authorities took a prominent anti-corruption campaigner into custody on Wednesday after Arvind Kejriwal refused to pay bail in connection with a defamation case against him.He is on Hunger Strike in Tihar Jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X