સસ્તી લોકપ્રિયતા માટે કેજરીવાલે આરોપો લગાવ્યાઃ વાઢેરા

તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભુષણ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે અને તેઓ મારી છબી ખરાબ કરવા માગે છે.
વાઢેરાએ કેજરીવાલના આરોપોના જવાબમાં કહ્યું કે, હું આ પ્રકારના આરોપોથી દુઃખી છું. કેજરીવાલ સસ્તી લોકપ્રિયતા હાસલ કરવા માટે મારા અને મારા પરિવાર પર આ પ્રકારના પાયાવિહોણા આરોપો લગાવી રહ્યાં છે.
નોંધનીય છે કે, આ પહેલા અરવિંદ કેજરીવાલના આરોપોને નકારતા રિયલ એસ્ટેટ કંપની ડીએલએફને નકાર્યા હતા અને કેજરીવાલે તેના પર પલટવાર કર્યો હતો.
કેઝરીવાલે ટ્વિટ કર્યું હતું કે, ડીએલએફે આરોપો અંગે પોતાનો જવાબ આપ્યો છે. તેમના જવાબમાં સંપૂર્ણ સત્ય નથી. તેમાં ઘણી બધી માહિતી છૂપાવવામાં આવી છે.
તેમણે કહ્યું છે કે, ડીએલએફની સ્પષ્ટતા અંગે અમે કાલે સવિસ્તાર જવાબ આપીશું. પરંતુ શું રોબર્ટ વાઢેરા ડીએલએફની સ્પષ્ટતા સાથે સહેમત છે. કે પછી તેમની પાસે કોઇ જવાબ છે. જો છે તો તેઓ પોતાની પ્રતિક્રિયા આપશે તો ખુશી થશે.












Click it and Unblock the Notifications
