વારાણસીથી ચૂંટણી લડશે કેજરીવાલ, મોદીને ખુલ્લો પડકાર
વારાણસી, 26 માર્ચ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પોતાની રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે જનતાના પૈસાથી ચૂંટણી લડશે. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે તે વારાણસીમાં તેમને સાથે ચર્ચાનો સામનો કરે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વારાણસીના લોકો જો નરેન્દ્ર મોદીને ચૂંટે છે તો તે ખેડૂતોની બધી જમીન મુકેશ અંબાણી અને અદાણીને આપી દેશે. નરેન્દ્ર મોદી વારાણાસીના લધુ ઉદ્યોગને ખતમ કરી દેશે. અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે બંને મુકેશ અંબાણી સાથે મળેલા છે.
અરવિંદ કેજરીવાલ કહ્યું હતું કે 'રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બંને અને અદાણીના એજન્ટ છે. બંને જ અંબાણી અને અદાણીના હેલિકોપ્ટરમાં ફરે છે. આ દેશને મુકેશ અંબાણી ચલાવે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગેસને લઇને લખવામાં આવેલા પત્રનો જવાબ આપ્યો નથી. ભાજપ અને કોંગ્રેસ ગેસના ભાવના મુદ્દે બંને ચુપ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'એક એપ્રિલથી ગેસના ભાવ વધવાના હતા પરંતુ ચૂંટણી પંચની પહેલ પર ગેસના ભાવ વધ્યા નહી. આપ નેતાએ કહ્યું હતું કે ગેસના ભાવ જો વધશે તો ખાણી-પીણીથી માંડીને બધી વસ્તુઓ મોંધી થઇ જાય છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે વારાણસીના ઉદ્યોગપતિઓ તથા વણકરો સાથે વાત કરવા માટે આવ્યા છે. કેન્દ્રમાં જો ભાજપની સરકાર બનશે તો દેશમાં એફડીઆઇ લાગૂ થઇ જશે. અરવિંદ કેજરીવાલે રેલીમાં લોકોને અપીલ કરી હતી કે તે આ વખતે ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને હરાવી દેશે. આ નવી ક્રાંતિને જન્મ આપશે.












Click it and Unblock the Notifications
