Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલને રાહત નહીં, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. દિલ્હી લીકર પોલીસી કેસમાં કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાર જેલમાં બંધ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.

સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની 3 દિવસની સીબીઆઈ કસ્ટડી સમાપ્ત થયા બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી. રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા છે.
અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા હતા. સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ત્યારે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડીમાં હતા.
કોર્ટમાં સુનાવણી પૂરી થયા બાદ અરવિંદ કેજરીવાલના વકીલ હૃષિકેશ કુમારે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલની કસ્ટડી સમાપ્ત થઈ રહી હતી. સીબીઆઈએ તેમને કોર્ટમાં રજૂ કર્યા અને વધુ કસ્ટડીની માંગ કરી ન હતી, પરંતુ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી, જેનો અમે વિરોધ કર્યો હતો. અમારી અને સીબીઆઈની વાત સાંભળ્યા બાદ કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દીધા છે.












Click it and Unblock the Notifications
