દિલ્હી: ભાજપનો 2014 નો મેનીફેસ્ટો કેજરીવાલ સળગાવશે
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત દિલ્હીને પૂર્ણ રાજ્ય આપવાની માંગ કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સતત દિલ્હીને પૂર્ણ રાજ્ય આપવાની માંગ કરી રહ્યા છે. સોમવારે થયેલી બેઠકમાં અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના નેતાઓને કહ્યું કે દિલ્હીને પૂર્ણ રાજ્ય આપવાના યુ-ટર્ન અંગે તેઓ ભાજપનું 2014 નું ઘોષણાપત્ર સળગાવશે. અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીના વિધાયકો અને બીજા પદાધિકારીઓને પણ આવું કરવા માટે કહ્યું છે.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ કેજરીવાલ સાથે ગઠબંધનના બધા રસ્તા બંધ કર્યા

કેજરીવાલ ભાજપનો 2014 નો મેનીફેસ્ટો સળગાવશે
લોકસભા ચૂંટણીની તારીખોના એલાન પછી સીએમ કેજરીવાલના ઘરે એક બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં પાર્ટીના બધા જ વિધાયકો અને બીજા પદાધિકારીઓ શામિલ હતા. કેજરીવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપના ચૂંટણી ઘોષણાપત્રને સળગાવીને તેઓ વિરોધ વ્યક્ત કરશે. આ વાતની જાણકારી પૂર્વ દિલ્હીથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતીષીએ આપી, જેઓ આ બેઠકમાં હાજર હતા.

દિલ્હીને પૂર્ણ રાજ્ય આપવાની માંગ
આપ વિધાયક મદન લાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, સીએમે કહ્યું છે કે તેઓ જાતે 13 માર્ચે ભાજપનું ઘોષણાપત્ર સળગાવશે. બધા જ વિધાયકોને તેમના વિધાનસભા વિસ્તારોમાં 15 માર્ચે ભાજપનું ઘોષણાપત્ર સળગાવવા માટે કહેવામાં આવ્યું છે. જયારે વોર્ડ ઇન્ચાર્જ 17 માર્ચે ઘોષણાપત્ર સળગાવશે. ભાજપે વર્ષ 2014 દરમિયાન દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાનું વચન આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલ પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફ્રન્સ કરશે
લોકસભા ચૂંટણીમાં પાર્ટીની રણનીતિ અંગે કેજરીવાલ મંગળવારે પાર્ટી ઓફિસમાં એક પ્રેસ કોન્ફ્રન્સ કરશે. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના પ્રયાસમાં હતી. પરંતુ કોંગ્રેસે ગઠબંધન કરવાની ના પાડી દીધી છે. ત્યારપછી અરવિંદ કેજરીવાલ ઘ્વારા કોંગ્રેસ પર ભાજપને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
