કેજરીવાલની પાર્ટીમાં ના કોઇ રાજા, ના કોઇ વજીર

કેજરીવાલે પહેલા પોતાની પાર્ટીની જાહેરાત વખતે કહ્યું હતું કે તેમની પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી હશે અને તે સામાન્ય લોકોના સપના પૂરા કરશે, તેમની પાર્ટીમા ના કોઇ વઝીર હશે ના કોઇ વજીર. આજથી કેજરીવાલની ટીમ ત્રણ દિવસો સુધી કાર્યક્રમ કરશે. જેમાં અંદાજે સેંકડોની સંખ્યામાં લોકો શામેલ થાય તેવી આશા છે. એવું પણ કહેવામાં આવે છે કે, અરવિંદ કેજરીવાલે પાર્ટીનું નામ આમ આદમી હોઇ શકે છે. કેજરીવાલ આગામી વર્ષમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મોર્ચો ખોલનારા છે.
નોંધનીય છે કે અણ્ણાના અર્જુન તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલે સમાજસેવક અણ્ણા હજારે સાથે મળીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ વૈચારિક સ્તર પર મતભેદ હોવાના કારણે બન્નેએ પોતાના માર્ગ બદલી લીધા. અણ્ણાને રાજકારણથી દૂર રહીને ભ્રષ્ટાચાર વિરુદ્દની લડાઇ લડવી હતી અને કેજરીવાલે કહ્યું કે દેશની સ્થિતિ જણાવી રહી છે કે ભ્રષ્ટાચારનો સફાયો રાજકારણમાં ઉતર્યા વગર નહીં કરી શકાય.












Click it and Unblock the Notifications
