વારાણસીમાં મોદીની વિરુધ્ધ કેજરીવાલનો રોડ શૉ આજે
નવી દિલ્હી, 9 મે: છેલ્લા તબક્કાના મતદાનમાં 41 બેઠકો પર વોટિંગ થવાનું છે, પરંતુ આખા દેશની નજર જે બેઠક પર ટકી છે તે છે ઉત્તર પ્રદેશની વારાણસી. વારાણસીથી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પડકાર આપવા માટે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતે મેદાનમાં છે. ગઇકાલે મોદીના રોડ શૉની ટિકા કરનારી આમ આદમી પાર્ટીએ આજે કેજરીવાલના સમર્થનમાં જવાબી રોડ શૉની તૈયારી કરી છે. આ રોડ શૉમાં કેજરીવાલનો સાથ આપવા માટે પાર્ટીના તમામ મોટા નેતા હાજરી આપશે.
સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટીના આ રોડ શૉમાં ગુલ પનાગ, ભગવંત, માન, વિશાલ ડડલાની પણ હાજરી આપશે. આ રોડ શૉ માલવીય ગેટ, સિંહ દ્વાર અને લંકાથી થઇને 3 વાગે પસાર થશે, જેમાં સ્ટાર ઉમેદવારો પણ હાજરી આપશે. રોડ શો લહુરાબીર ચૌરાહા સુધી જશે.
આજે કેજરીવાલનો રોડ શૉ છે તો આવતીકાલે બનારસ એક પછી એક બે રોડ શૉનો સાક્ષી બનશે. આવતી કાલે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનો રોડ શો થશે. રાહુલ ગાંધી કોંગ્રેસ ઉમેદવાર અજય રાયના સમર્થનમાં રોડ શૉ કરશે. રાહુલના ગઢ અમેઠીમાં મોદીની રેલી બાદ બનારસમાં રાહુલના રોડ શૉને તેનો જવાબ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સમાજવાદી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં રોડ શૉ કરશે. બનારસમાં આવતીકાલે જ અખિલેશ યાદવનો રોડ શૉ છે.
જુઓ અત્યાર સુધી વારાણસીમાં કોણે કોણે કર્યું શક્તિ પ્રદર્શન...

નરેન્દ્ર મોદી
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ્યારે વારાણસીમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરવા આવ્યા હતા ત્યારે તેમણે જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું હતું. હજારોની સંખ્યામાં લોકો તેમનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા.

અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ઉમેદવારી પત્ર ભરતી વખતે અને એ પહેલા પણ કાશીના માર્ગો પર રેલી કરી હતી.

અજય રાય
કોંગ્રેસના વારાણસી બેઠકના ઉમેદવાર અજય રાયે પણ આ પહેલા વારાણસીમાં ઉમેદવારી પત્ર દાખલ કરતી વખતે રેલી કરી હતી. કોંગ્રેસનું અને કેટલાંક સ્થાનિક લોકોનું માનવું છે કે આ બેઠક પર અહીંનો સ્થાનીક ઉમેદવાર હોય.

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ આજે ફરીથી કરશે વારાણસીમાં રોડ શૉ, અને મોદી સામે કરશે પોતાનું શક્તિ પ્રદર્શન.

અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આવતી કાલે કાશીમાં આવીને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે.

રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આવતી કાલે વારાણસીમાં મોદીની વિરુધ્ધ રેલી કરવા જઇ રહ્યા છે. જેમ નરેન્દ્ર મોદીએ અમેઠીમાં છેલ્લી ઘડીએ રેલી કરી હતી તેવી જ રીતે રાહુલ ગાંધી મોદી માટે અડચણ ઊભી કરવા માગે છે.












Click it and Unblock the Notifications
