For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 માં ભાજપ સામે વિપક્ષનો હિસ્સો નહિ બને AAP: કેજરીવાલ

રાજ્યસભાની ઉપસભાપતિ ચૂંટણીમાં વિપક્ષને એક કરવામાં અસફળ રહેલી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજ્યસભાની ઉપસભાપતિ ચૂંટણીમાં વિપક્ષને એક કરવામાં અસફળ રહેલી કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવારે એલાન કર્યુ છે કે તેમનો પક્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે બની રહેલ વિપક્ષના ગઠબંધનનો હિસ્સો નહિ બને. આ પહેલા ગુરુવારે ઉપસભાપતિ ચૂંટણી માટે થયેલા મતદાનમાં પણ આમ આદમી પાર્ટીના ત્રણ રાજ્યસભા સાંસદોએ ભાગ લીધો નહોતો.

‘70 વર્ષોમાં આ પક્ષોએ કંઈ કર્યુ નથી'

‘70 વર્ષોમાં આ પક્ષોએ કંઈ કર્યુ નથી'

હરિયાણામાં જીંદમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યુ, ‘ગઠબંધનની રાજનીતિથી કોઈ ફરક પડતો નથી. મારા માટે રાજકારણનો અર્થ જનતા અને તેમના વિકાસ માટે કરવાનો છે. છેલ્લા ત્રણ વર્ષોમાં અમારી સરકારે દિલ્હીમાં જે કામ કર્યા છે તે આ પક્ષો છેલ્લા 70 વર્ષોમાં તેનો એક અંશ પણ કરી શકી નથી. દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અમારી સરકારે ક્રાંતિકારી કાર્યો કર્યા છે.'

‘2019 માં બધી સીટો પર ઉતારીશુ ઉમેદવાર'

‘2019 માં બધી સીટો પર ઉતારીશુ ઉમેદવાર'

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભા ચૂંટણી અને 2019 ની લોકસભા ચૂંટણીમાં બધી બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકાર દિલ્હીના વિકાસમાં રોડા નાખી રહી છે. દિલ્હીના લોકોના હિતમાં ઉઠાવવામાં આવતા દરેક પગલાંમાં કેન્દ્ર સરકાર બાધા ઉત્પન્ન કરે છે.

ઉપસભાપતિ ચૂંટણીમાં AAP એ ભાગ લીધો નહિ

ઉપસભાપતિ ચૂંટણીમાં AAP એ ભાગ લીધો નહિ

તમને જણાવી દઈએ કે ગુરુવારે રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણી માટે થયેલા મતદાનમાં પણ આમ આદમી પાર્ટીએ ભાગ લીધો નહોતો. આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોંગ્રેસનું સમર્થન કર્યુ પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉપસભાપતિ ચૂંટણી માટે તેમના પક્ષ પાસેથી સમર્થન માંગ્યુ નથી. સંજય સિંહે કહ્યુ કે રાહુલ ગાંધી પીએમ મોદીને ગળે લગાવી શકે છે પરંતુ મત માટે અરવિંદ કેજરીવાલને ફોન નથી કરી શકતા.

English summary
Arvind Kejriwal Says, AAP Will Not Join Opposition Alliance for Lok Sabha Elections 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X