દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને પુનઃ ઝાપટમ્ સમર્પયામી

Google Oneindia Gujarati News

નવીદિલ્હી, 8 એપ્રિલઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને આજના રોડશો દરમિયાન એક ઓટો ડ્રાઇવરે થપ્પડ માર્યો હતો. કેજરીવાલ દિલ્હીના કિરાડી વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાખી બિરલાના સમર્થનમાં રોડ શો કરી રહ્યાં હતા. ત્યારે ઓટો ડ્રાઇવર ફૂલની માળા લઇને તેમની કાર પર ચઢ્યો. તેણે પહેલાં કેજરીવાલને માળા પહેરાવી અને પછી થપ્પડ માર્યો હતો.

arvind-kejriwal-delhi-ls
ઘટના સમયે કેજરીવાલ ચોંકી ગયા હતા અને તેમના સમર્થકો તથા પોલીસ કર્મીઓ હરકતમાં આવી ગયા હતા. એકઠાં થયેલાં ટોળાએ ઓટો ડ્રાઇવરની ધોલાઇ કરી નાંખી. બાદમાં પોલીસ તેને નજીકના પોલીસ મથકે લઇ ગઇ હતી. ટોળાએ ધોલાઇ કરવાથી ડ્રાઇવર ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો. હુમલો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી.

ઘટના પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ચાંદની ચૌક લોકસભાના ઉમેદવાર આશુતોષે ભાજપ સામે નીશાન તાક્યું છે. તેમણે કહ્યું કે એકે 49 જેવા શબ્દોનો ઉપયોગ કરીને નફરત ફેલાવવામાં આવી રહી છે. ક્યારેક વારાણસી તો ક્યારેક દિલ્હીમાં હુમલા કરાવવામાં આવી રહ્યાં છે. આશુતોષે કહ્યું કે ખાસ પ્રકારનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે, જેમાં મોદીની ટીકાને સહન કરવામાં આવી રહી નથી.

બીજી તરફ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, થપ્પડ મારવી એ ખોટી વાત છે. પરંતુ એટલું જરૂર કહીશ કે કેજરીવાલે જનતા સાથે દગો કર્યો અને કામ છોડીને ભાગી ગયા હતા. દરરોજ વક્તવ્ય બદલતા રહે છે. ક્યારેક કહે છે કે ભાજન નંબર વન દુશ્મન છે, પરંતુ કુમાર વિશ્વાસ કહે છે કે મે ગઇ વખતે ભાજપને મત આપ્યો હતો અને આરએસએસ ઘણી જ સંગઠિત સંસ્થા છે. તાજેતરમાં જ તેમણે કહ્યું કે ગેસના ભાવ ઓછા કરી દે તો અમે ભાજપને સપોર્ટ કરીશું.

English summary
Arvind Kejriwal, the chief of the Aam Aadmi Party or AAP, has been attacked again while campaigning in Delhi for the general election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X