For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલે પીએમ મોદી પર મોટો પ્રહાર કર્યો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને પીએમ મોદી પર તીખા પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો પોતાને મજબૂત નેતા અને મજબૂત સરકાર કહે છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ અને પીએમ મોદી પર તીખા પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો પોતાને મજબૂત નેતા અને મજબૂત સરકાર કહે છે. આ પહેલા 70 વર્ષ સુધી મજબુર સરકારે રહી પરંતુ મોદીજીએ જે કર્યું તે બીજી કોઈ સરકારે કર્યું નથી. કેજરીવાલે કહ્યું કે આઈએસઆઈને પત્ર લખીને મોદીજીએ ભારતમાં તપાસ માટે બોલાવ્યા.

Arvind Kejriwal

આ કોઈ પહેલીવાર નથી જયારે પીએમ મોદી પર આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હોય. આ પહેલા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સીલિંગ મુદ્દે પણ ટવિટ કરીને લખવામાં આવ્યું હતું કે પોતાના જ વેપારીઓને આ રીતે મારવા ખુબ જ શર્મનાક છે. વેપારીઓએ હંમેશા ધન અને વોટથી ભાજપનો સાથે આપ્યો છે. તેના બદલામાં ભાજપાએ તેમની દુકાનો સીલ કરી અને તેમને ડંડાથી માર્યા. ચૂંટણી સમયે પણ વેપારીઓ પર આટલો બર્બર લાઠીચાર્જ. ભાજપ સાફ કહી રહી છે કે તેમને વેપારીઓનો સાથે નથી જોઈતો.

આ પણ વાંચો: પીએમ મોદી સામે ચૂંટણી લડવા પ્રિયંકા ગાંધી તૈયાર, રાહુલ લેશે અંતિમ નિર્ણયઃ સૂત્ર

આપને જણાવી દઈએ કે શનિવારે માયાપુરીમાં ફેક્ટરી સીલ કરવા માટે ગયેલી એમસીડી ટીમના વેપારીઓ સાથે ટકરાવ પછી દિલ્હી પોલીસ, સીઆરપીએફ અને આઇટીબીપી જવાનોએ લાઠીચાર્જ કરી દીધો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો દિલ્હી પૂર્ણ રાજ્ય હોત તો 24 કલાકમાં તેઓ સીલિંગ અટકાવી દેતા. 5 વર્ષમાં કેન્દ્રની ભાજપા સરકારે દિલ્હીના વેપારીઓ પર ખુબ અત્યાચાર કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની દિલ્હીના વેપારીઓને અપીલ છે કે જો વોટ આપવા જાઓ ત્યારે એક એક લાઠીચાર્જનો બદલો લેજો. આ વખતે ઝાડુને વોટ આપજો જેથી ભવિષ્યમાં આવી કોઈ સીલિંગ નહીં થાય.

આ પણ વાંચો: NYAYના પૈસા તમારા મિત્ર અનિલ અંબાણીના ત્યાંથી આવશેઃ રાહુલ ગાંધી

English summary
Arvind Kejriwal takes on PM Modi says no PM did what Modi has done
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X