મીડિયાના 'મોદી રટણ' પાછળ રૂપિયા, મોકલીશ જેલ: કેજરીવાલ
નવી દિલ્હી, 14 માર્ચ: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાવાળાઓને જેલ મોકલવાની ધમકી આપી છે. નાગપુરમાં એક ડિનર સમારંભ દરમિયાન કેજરીવાલનો મીડિયા વિરુધ્ધ ગુસ્સો સામે આવ્યો છે. કેજરીવાલે અહીં સુધી કહી દીધું કે તેમની સરકાર બની તો મીડિયાવાળાઓની તપાસ કરાવશે અને તેમને જેલના હવાલે કરી દેશે.
આ સમારંભ દરમિયાન કેજરીવાલે આરોપ લગાવ્યો કે ઘણા મીડિયાવાળા મોદી પાસેથી રૂપિયા લઇને પ્રચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મીડિયાવાળા મોદીનું રટણ કરી રહ્યા છે. એક વર્ષથી સતત મોદીના જ સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. અને તેમના રાજ્યમાં જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તેના સમાચાર બતાવવામાં નથી આવતા. મારી નાનકડી વસ્તુને વારંવાર બતાવવામાં આવે છે, પરંતુ મોદીની ખરાબી બતાવવામાં આવતી નથી.

કેજરીવાલના આ નિવેદનની અન્ય પાર્ટીઓના નેતાઓએ પણ ટિકા કરી છે. કોંગ્રેસ નેતા જેપી અગ્રવાલે જણાવ્યું છે કે કેજરીવાલને પોતાને છોડીને બધા જ નેતા ભ્રષ્ટ લાગે છે તેમનું આ નિવેદન અજબ છે. જ્યારે ભાજપ નેતા રાજીવ પ્રતાપ રુડીનું કહેવું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ મોદી અને ભાજપની વિરુધ્ધ કંઇપણ એલફેલ બોલતા રહે છે.












Click it and Unblock the Notifications
