ગાંધી જયંતિના દિવસે કેજરીવાલ કરશે પાર્ટીની જાહેરાત

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં કેજરીવાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલે દિલ્હીની તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી છે.
જોકે આજે કેજરીવાલે જણાવ્યું કે જો સરકાર લોકપાલ વિધેયક, ગ્રામ સ્વરાજ વિધેયક, રાઇટ ટૂ રિઝેક્ટ અને રાઇટ ટૂ રિકોલ વિધેયક પસાર કરી દે તો તેઓ રાજનીતિમાં નહીં આવે.
તેમણે જણાવ્યું કે આ નિર્ણય ખુશીથી નહીં પરંતુ મજબૂરીમાં લેવાયો છે. તેમણે ફરી જણાવ્યું કે અણ્ણા હઝારે તેમના માટે પિતા તૂલ્ય છે. તેઓ અમારા આદર્શ હતા અને આદર્શ રહેશે. મને વિશ્વાસ છે કે તેઓ આજે નહીં તો આવતીકાલે અમારી સાથે હશે.












Click it and Unblock the Notifications
