જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ, કોર્ટે જામીન આપ્યા
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.
જણાવી દઈએ કે, સીએમ અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

મે મહિનામાં સુપ્રીમ કોર્ટે તેમને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર 2 જૂને સીએમ કેજરીવાલે તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.
કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, "સત્યને પરેશાન કરી શકાય છે, પરંતુ પરાજય નહીં. BJPની EDના તમામ વાંધાઓને ફગાવી દેતા માનનીય કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે.












Click it and Unblock the Notifications
