આર-પારની લડાઇ લડશે અરવિંદ કેજરીવાલ, MP-MLA સાથે ઘેરશે BJP કાર્યાલય
Swati Maliwal Assault Case: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, સાંસદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય તરફ રેલી કરી રહ્યા છે. વિભવ કુમારની ધરપકડના વિરોધમાં આ તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફ કૂચ કરવા જઇ રહ્યા છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના કેસમાં આરોપી વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને પડકાર ફેંક્યો છે કે, હું મારી પાર્ટીના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે ભાજપ કાર્યાલય જઈ રહ્યો છું, અમારા તમામની ધરપકડ કરી લો.
સ્વાતિ માલીવાલ કેસમાં તીસ હજારી કોર્ટે શનિવારે મોડી રાત્રે વિભવ કુમારને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી અટકાયત કરી હતી.
આરોપ છે કે, તે પુરાવા સાથે ચેડા કરવા માટે ત્યાં પહોંચ્યો હતો. એવું માનવામાં આવે છે કે, દિલ્હી પોલીસ આજે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન પર ક્રાઇમ સીનને ફરીથી બનાવશે.
AAPએ આરોપ લગાવ્યો છે કે, સ્વાતિ માલીવાલને ભાજપ દ્વારા બ્લેકમેલ કરવામાં આવી હતી, અને કાવતરાના ભાગરૂપે અરવિંદ કેજરીવાલના ઘરે મોકલવામાં આવી હતી. તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ છે. ભાજપ રાઘવ ચઢ્ઢા, આતિશી માર્લેના, સૌરભ ભારદ્વાજને પણ જેલમાં મોકલવા માંગે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી AAP નેતાઓને જેલમાં મોકલવાની રમત રમી રહ્યા છે, તેમણે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહને જેલમાં મોકલ્યા. હવે ભાજપ રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં મોકલવા માંગે છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હું મારા તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી હેડક્વાર્ટર તરફ કૂચ કરીશ, જેથી વડાપ્રધાન મોદી જેને ઈચ્છે તેને જેલમાં મોકલી શકે.
અરવિંદ કેજરીવાલના આરોપોનો જવાબ આપતા ભાજપે જણાવ્યું હતું કે, AAP પીડિત કાર્ડ રમી રહી છે, આ લોકો વિભવ કુમારને બચાવવા માટે કંઈ પણ કરવા માંગે છે. દિલ્હી પોલીસે ઓછામાં ઓછા 10 લોકોના નિવેદન લીધા છે, જેમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનના સુરક્ષા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.
કથિત વિવાદ સમયે આ લોકો ત્યાં હાજર હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વિભવ કુમારને પૂછવામાં આવ્યું કે, તે સીએમ આવાસ પર શું કરવા ગયા હતા. પોલીસને શંકા છે કે, તે પુરાવા સાથે ચેડા કરવા આવ્યા હતા.
તીસ હજારી કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલે વિભવ કુમારને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેને 23 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
એપીપી અતુલ શ્રીવાસ્તવે વિભવ કુમારની ધરપકડ પર કહ્યું કે, ફરિયાદી એક સાર્વજનિક વ્યક્તિ છે અને એએપી સાંસદ છે, તેની સાથે ખરાબ રીતે મારપીટ કરવામાં આવી હતી, અને તેના પ્રાઈવેટ પાર્ટ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, અમે DVR માંગ્યું હતું, પરંતુ અમને પેન ડ્રાઈવ આપવામાં આવી હતી. ફૂટેજ બ્લેન્ક કરવામાં આવ્યા છે. આઇફોન સબમિટ કરવામાં આવ્યો છે, પરંતુ આરોપી તેનો પાસવર્ડ શેર કરી રહ્યો નથી, ફોન ફોર્મેટ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન સ્વાતિ માલીવાલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, તમે ફોનમાંથી આખો વીડિયો ડિલીટ કરી દીધો છે. પહેલા વિભવ કુમારે હુમલો કર્યો હતો. તેણે મને થપ્પડ મારી, લાત મારી. જ્યારે મેં 112 પર ફોન કર્યો, સિક્યુરિટીને ફોન કરવા બહાર ગયો તો આ લોકોએ વીડિયો બનાવવાનું શરૂ કર્યું છે.
સ્વાતિ માલીવાલે જણાવ્યું હતું કે, હું બૂમો પાડીને કહી રહી હતી કે વિભવ કુમારે મને માર માર્યો હતો. આખો વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. માત્ર 50 સેકન્ડનો વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. હવે આ લોકોએ આખો વીડિયો ડિલીટ કરી દીધો છે. સીસીટીવી ફૂટેજ ગાયબ છે. ષડયંત્રની પણ મર્યાદા હોય છે.












Click it and Unblock the Notifications
