સત્તાની લાલચમાં દૂર થયા કેજરીવાલ: અણ્ણા

અણ્ણા હજારેના અનુસાર તેમને અરવિંદ કેજરીવાલને સમજાયા હતા કે ફળની આશા રાખ્યા વિના કર્મ કરો પરંતુ કેજરીવાલે મારું માન્યું ન હતું. અણ્ણા હજારેએ કહ્યું હતું કે મેં નિર્ણય કર્યો હતો કે અરવિંદ કેજરીવાલને સમર્થન કરીશ પરંતુ હવે તો તે વોટ આપવા અંગે પણ વિચાર કરશે. તેમને કહ્યું હતું કે તે સ્પષ્ટ થઇ ગયું છે કે કેજરીવાલના વિરૂદ્ધ કોઇ ગડબડીના આરોપ લાગે છે તો તે તેમના વિરૂદ્ધ આંદોલન કરશે.
અણ્ણા હજારેએ એમ પણ કહ્યું હતું કે હું ક્યારેય ક્રેડિટ નથી લેતો કે જન-લોકપાલ આંદોલન મારા કારણે થયું હતું. અરવિંદ કેજરીવાલ આ માટે મહેનત કરી રહ્યાં હતા, પરંતુ તેમને આ લડાઇ ચાલુ રાખવી જોઇતી હતી. હવે લોકપાલનો મુદ્દો ભૂલાતો જાય છે.
અણ્ણા હજારેએ કહ્યું હતું કે દેશની આઝાદી માટે ન જાણે કેટલા લોકોએ લોહી વહેડાવ્યુ હતું પરંતુ આપણે તેમનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. સાચી રીતે આપણે આઝાદી મેળવી નથી. અંગ્રેજોની વિરૂદ્ધ લડાઇ લડતાં આપણે ગોળી પણ ચલાવી પરંતુ અહીં તો ગોળી કોના પર ચલાવીએ.? બધા આપણા જ છે. સરકારને ધરાશય થવાનો ડર છે અને પ્રજા તેનો ફાયદો ઉઠાવવા માંગે છે.
ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો સિસ્ટમને બદલી પડશે. દેશમાં આધુનિક ક્રાંતિ લાવીને દેશને વિકસીત અને સંપન્ન બનાવવા માટે બે ચીજોની જરૂર છે. પહેલાં ગામડાંઓને બદલવા જોઇએ અને બીજું વિકાસની ચાહતમાં માનવ અને પ્રાકૃતિક સંસાધનોને નુકસાન પહોંચાડવું ન જોઇએ. વિદેશી કંપનીઓને બોલાવવામાં આવી રહી છે અને ખેડૂતોની જમીન હડપી લેવા માટે ડંડાવાળી અને ગોળીબાર કરવામાં આવે છે. શું આ જ આઝાદી છે, અંગ્રેજોના શાસન અને આ સરકારમાં શો ફરક છે? આપણે સિસ્ટમને બદલવી જોઇએ. ફક્ત એક આરટીઆઇના કારણે ન જાણે કેટલા બધા કરપ્શનના કેસ સામે આવ્યાં. આવા સમયે લોકપાલ આવવાથી કરપ્શન પર કાબૂ મેળવી શકાય.












Click it and Unblock the Notifications
