For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશ કોણ ચલાવે છે, કોંગ્રેસ કે રિલાયન્સ?: કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નવીદિલ્હી, 31 ઑક્ટોબરઃ વાઢેરા અને ગડકરી બાદ અરવિંદ કેજરીવાલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને આડેહાથ લીધા છે. તેમણે કહ્યું છે કે, શું મુકેશ અંબાણીની દુકાન છે કોંગ્રેસ, દેશને કોણ ચલાવે છે કોગ્રેસ કે રિલાયન્સ?

કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે 2001માં રિલાયન્સ મનમાની કરતું આવ્યુ છે. રિલાયન્સે જ્યારે ગેસને ઓછી કિંમતે વેંચવાનો ઇન્કાર કર્યો ત્યારે સરકારે રિલાયન્સને મો માંગી કિંમતમાં આપવામાં રાજી થઇ ગયા. આખરે સરકારે રિલાયન્સના કોન્ટ્રાક્ટને રદ કેમ નથી કર્યો.

નોંધનીય છે કે રિલાયન્સના ગેસની કિંમત 14.25 રૂપિયા સુધી વધારી દેવામાં આવી. પેટ્રોલિયમ મંત્રી જયપાલ રેડ્ડીએ તેનો વિરોધ કર્યો તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ રેડ્ડીએ રિલાયન્સ પર 7 હજાર કરોડનો દંડ ફટકારવાની પણ વાત કરી હતી. ત્યાર બાદ તેમની સાથે શું થયું છે તે બધા જાણે છે. તેમને ઇમાનદારીની સજા સંભળાવવામાં આવી છે.

બીજી તરફ, રિલાયન્સે બ્લેકમેઇલિંગ કરીને ગેસનું ઉત્પાદન ઘટાડી દીધું અને તેની મનમાનીથી ગેસ આધારિત ઘણા પ્લાન્ટ બંધ કર્યાં છે. રિલાયન્સનો વિરોધ કરવા બદલ મણીશંકર ઐયરને પણ હટાવવામાં આવ્યા. ત્યારબાદ મુરલી દેવરાએ રિલાયન્સના તમામ કોન્ટ્રાક્ટ પાસ કર્યા. સીએજીએ પણ રિલાયન્સના સૌદા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ સાથે ટીમ કેજરીવાલે આરોપ લગાવ્યા કે કેબિનેટની રચનામાં નીરા રાડિયાની દખલગીરી હોવાનું કહ્યું છે. પોતાના દાવાઓની પૃષ્ટિમાં તેમણે એક ઓડિયો ટેપ પણ પત્રકાર પરિષદ દરમિયાન સંભળાવી. તેમણે રાડિયા અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીના જમાઇ રંજન ભટ્ટાચાર્યની વાતચીત પણ સંભળાવી.

English summary
Kerjiwal attempted to expose the politician industrialist nexus and directly named Mukesh Ambani as colluding with the Congress and the BJP to raise the price of gas in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X