Video: કોંગ્રેસે 'હગ હાઇલાઇટ્સ' જાહેર કરી PMની ઉડાવી મજાક

વર્તમાન સમયમાં પીએમ નરેન્દ્ર મોદી કોઇ પણ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઇ પણ મોટા વિદેશ રાજનેતાને મળે ત્યારે ખૂબ ઉમળકાથી ભેટે છે. કોંગ્રેસએ ટ્વીટર પર નરેન્દ્ર મોદીનો એક વીડિયો પોસ્ટ કર્યો છે,

વર્તમાન સમયમાં પીએમ નરેન્દ્ર મોદી કોઇ પણ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઇ પણ મોટા વિદેશ રાજનેતાને મળે ત્યારે ખૂબ ઉમળકાથી ભેટે છે. ભારતમાં જ નહીં, પીએમ મોદી પોતાની વિદેશ યાત્રાઓ દરમિયાન પણ ત્યાંના સુપ્રીમ લીડરને મોટાભાગે ગળે મળે છે. પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન તેઓ દુનિયાભરના અનેક મોટા રાજનેતાએ ગળે મળી ચૂક્યા છે. રવિવારે જ્યારે પીએમ મોદી ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના મળ્યા ત્યારે વિપક્ષ પાર્ટી કોંગ્રેસે ટ્વીટ કરી 'હગ ડિપ્લોમસી'ની મજાક ઉડાવતા તેને ઓકવર્ડ ગણાવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે પીએમ મોદીને દુનિયાના ઘણા મોટા નેતાઓ સાથે ગળે મળતા બતાવ્યા છે.

Modi

કોંગ્રેસના આ વીડિયોમાં પીએમ મોદી જે પણ નેતાને ભેટી રહ્યા છે, એમાં કન્ટેન્ટ સાથે મજાક ઉડાવવાનો પ્રયત્ન થયો છે. આ વીડિયોમાં તુર્કીના રાષ્ટ્રપતિ એરડોગન, ફાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ, ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ, અબુ ધાબીના પ્રિંસ મોહમ્મદ બિન જાયેદ, જાપાની પીએમ શિન્ઝો આબે, મેક્સિકન રાષ્ટ્રપતિ એનરિક પેના, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન પીએમ મોદી સાથે જોવા મળે છે. કોંગ્રેસના આઇટી સેલ દ્વારા બનાવવામાં આવેલ આ વીડિયોથી વિવાદ ચોક્કસ થશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે આપત્તિ વ્યક્ત કરતાં કહ્યું છે કે, કોંગ્રેસ પાસે આ પ્રકારની મજાકની અપેક્ષા નહોતી. એ પણ એવા સમયે જ્યારે સન્માનિત વિદેશી પીએમ ભારત પધાર્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ પ્રેમથી મન જીતવાની માત્ર વાતો કરે છે, જ્યારે ખરેખર તો આ કામ ભારતના વડાપ્રધાન કરી રહ્યાં છે. તેઓ દુનિયાને પ્રેમથી જીતી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X