પાર્ટીની અધ્યક્ષના નાતે હારની જવાબદારી સ્વીકારું છું : સોનિયા ગાંધી
નવી દિલ્હી, 16 મે : લોકસભા ચૂંટણી 2014માં દેશભરમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સોનિયા ગાંધીએ જણાવ્યું કે આ જનાદેશ સ્પષ્ટ રૂપે પાર્ટીની વિરુદ્ધ છે. અમે મતદારોના નિર્ણયોને અપનાવીએ છીએ.
અમે અમારી ઉપલબ્ધિઓ સાથે ચૂ્ટણી લડી હતી. હું નવી સરકારને અભિનંદન આપું છું. અમે બુનિયાદી પ્રશ્નો માટે સંઘર્ષ કરીશું. અમને જ્યાં પણ સમર્થન મળ્યું છે તેમનો આભાર માનીએ છીએ. હું પાર્ટીની અધ્યક્ષના નાતે હારની જવાબદારી સ્વીકારું છું.

આ પ્રસંગે પત્રકારોએ રાહુલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેઓ સૌને નમસ્કાર કરીને જવાબ આપવા માટે ઉભા રહ્યા હતા. જે સ્પષ્ટ સૂચવે છે કે ભાવિ રણનીતિ અંગે કોંગ્રેસ કશું જ વિચારી શકી નથી.












Click it and Unblock the Notifications
