વધુ એક આરોપ: ''આસારામે મારા પ્રાઇવેટ પાર્ટ્સ સાથે કરી હતી છેડતી''

નવી દિલ્હી, 28 ઓગષ્ટ: આસારામ બાપુની મુશ્કેલીઓ સમાપ્ત થવાનું નામ લેતી જ નથી. આસારામ વિરૂદ્ધ જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે તેમના એકથી એક ચઢિયાતા કાળા કારનામા સામે આવી રહ્યાં છે. હવે રાયપુરની એક છોકરીએ ખુલાસો કર્યો છે કે આસારામ હંમેશાથી જ નાની ઉંમરની છોકરીઓ સાથે કુકર્મ કરતા આવ્યાં છે. તેમને જણાવ્યું હતું કે તે ખુદ આ ઘટનાનો શિકાર બની ચુકી છે. રાયપુરની રહેનારી છોકરી સીમા (નામ બદલેલ છે)એ દાવો કર્યો છે કે તે આસારામના સત્સંગમાં ઘણીવાર સામેલ થઇ ચુકી છે. તેને જણાવ્યું હતું કે આસારામ મોટાભાગે નાની ઉંમરની છોકરી સાથે ખોટા અડપલાં કરે છે.

તેને જણાવ્યું હતું કે તે આસારામની વાસનાની શિકાર થતાં થતાં બચી છે. તેને જણાવ્યું હતું કે આર્શીવાદ આપવાના બહાને આસારામે તેમના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કર્યા અને તે ઘટનાને હજુ સુધી ભૂલી શકી નથી. મીડિયામાં આસારામના સમાચારો જોયા બાદ સીમાના મગજમાં લગભગ 9 વર્ષ જુની ઘટના તાજી થઇ ગઇ. સીમાએ જણાવ્યું હતું કે આ ઘટના તે સમયની છે જ્યારે આસારામ સત્સંગ કરવા માટે રાયપુર આવ્યા હતા. તે દરમિયાન તે પણ સત્સંગમાં હાજર હતી.

asaram-bapu-rape-minor

ભક્તોની સાથે જ્યારે આ છોકરીએ સંત આસારામ બાપુને પગે લાગી તો તેને આર્શીવાદની આશા હતી, પરંતુ થયું બીજું કંઇક. સીમાએ જણાવ્યું હતું કે આર્શીવાદના બહાને આસારામે તેના પ્રાઇવેટ પાર્ટસ સાથે છેડતી કરી. સીમાએ જણાવ્યું હતું કે આ વર્ષ 2004ની વાત છે, જ્યારે તે અમારા શહેરમાં પ્રવચન આપવા માટે આવ્યા હતા. હું તે સમયે દસમા ધોરણમાં NCCમાં હતી. આસારામ આર્શીવાદ આપવાના બહાને છોકરીના પ્રાઇવેટ અંગો સાથે છેડતી કરે છે. તે બધી નાની ઉંમરની છોકરીઓ સાથે આમ કરે છે. અમને આ સારું લાગતું નથી. અમે નાના હતા અને પરિવારના ડરથી કંઇ પણ કહેતા નહી. અમને ડર લાગતો હતો કે તે આટલા મોટા સંત છે, માટે અમે ચૂપ હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X