Video: કોર્ટની બહાર આસારામે કર્યો ડાન્સ અને ગાયુ ગીત
સગીર બાળકીઓ સાથે બળાત્કાર અને અનેક ગંભીર આરોપોમાં જેલમાં બંધ સ્વઘોષિત ધર્મગુરૂ આસારામ મંગળવારે જેલની બહાર આવતી વેળાએ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. પોલીસકર્મીઓની સાથે અદાલતમાંથી બહાર નીકળતી વખતે આસારામ અચાનક તાળી વગાડીને "જોગી હમ તો લુટ ગયે તેરે પ્યાર મેં" ગીત ગાવા લાગ્યા હતા.
એટલુ ઓછુ હોય તેમ આસારામ જ્યારે પોલીસ વેનની નજીક આવ્યા ત્યારે સમર્થકોને જોઇને ઝુલવા લાગ્યા હતા. આશ્ચર્ય એટલા માટે લાગતુ હતુ કે જ્યારથી આસારામની ધરપકડ થઇ હતી આસારામ ચીડાયેલા, દુખી અને ગુસ્સામાં જ જોવા મળતા હતા. જો કે આ દરમ્યાન તેમણે મિડીયા સાથે કોઇ વાતચીત કરી ન હતી. મિડીયાએ જ્યારે તેમને સવાલ પૂછવાની કોશિષ કરી ત્યારે તેઓ હાથ જોડીને આગળ વધી ગયા હતા.

તમને જણાવી દઇએ કે અદાલતની બહાર આસારામના સમર્થકોનો જમાવડો લાગેલો જોવા મળ્યો હતો. સમર્થકો જેલથી લઇને કોર્ટ સુધી ઉભેલા જોવા મળ્યા હતા. જ્યારે આસારામને જેલ વેનમાં લાવવામાં આવી રહ્યાં હતા ત્યારે તેમના સમર્થકો તેમની એક ઝલક નિહાળવા માટે ધસી પડ્યા હતા. મહત્વપૂર્ણ છેકે અત્યારસુધી તેમને કોઇ પણ અદાલતમાંથી રાહત નથી મળી.












Click it and Unblock the Notifications
