For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામનો પુત્ર મારા પ્રાઇવેટ પાર્ટને અડક્યો અને ઓરલ સેક્સની કરી માંગણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇન્દોર, 24 સપ્ટેમ્બર: 16 વર્ષની કિશોર બાળકી સાથે શારિરીક શોષણના આરોપમાં જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઇના પણ ખરાબ દિવસો આવી ગયા છે. નારાયણ સાંઇ પર જે આરોપો લાગ્યા છે જો તે સાચા સાબિત થઇ જાય છે તો તેમના માટે પણ પિતાને બાજુમાં બેરક બુક કરી દેવામાં આવશે. જી હાં નારાયણ સાંઇ પર લાગેલા આરોપો જો સાબિત થઇ જાય છે તો તેમને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થઇ શકે છે.

એક મહિલાએ નારાયણ સાંઇ પર બળજબરીપૂર્વક લગ્ન કરાવવાનો અને ધમકાવવાના પ્રયત્નનો આરોપ લગાવ્યો છે. આ કેસ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે અને 4 ઓક્ટોમ્બરના રોજ આ કેસની સુનાવણી છે. મહિલાએ નારાયણ સાંઇ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ખાનગી સમાચાર ચેનલ આજતક સાથે ખાસ વાતચીતમાં આ મહિલાએ નારાયણ સાંઇ ગંદી હરકતો અને અશ્લીલ હરકતો પર પડદો ઉઠાવ્યો હતો.

asaram-son-narayan-sai

તેને આરોપ લગાવ્યો છે કે નારાયણ સાંઇએ તેને રૂમમાં બોલાવી અને પછી બળાત્કારનો પ્રયત્નો કર્યો. મહિલાએ પોતાની દર્દભરી કહાણી સંભાળતાં કહ્યું હતું કે 'નારાયણ સાંઇ'એ મને રૂમમાં બોલાવી અને મારા પ્રાઇવેટ પાર્ટ પર હાથ લગાવ્યો, મને કીસ કરી અને મારી સાથે ઓરલ સેક્સ માણવાનું કહ્યું. અત્રેઉલ્લેખનીય છે કે આસારામના કપૂત નારાયણ સાંઇએ એક પરણિત મહિલાને દગાથી એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરાવ્યા જેનો ઐયાશીનો અડ્ડો ચાલતો હતો.

આ વ્યક્તિ નારાયણ સાંઇનો સેવાદાર છે. મહિલાએ જણાવ્યું હતું કે '10 ડિસેમ્બર 2004ના રોજ નારાયણ સાંઇએ પોતાના અંગત ઇશ્વર વાધવાનીને પોતાની કુટિયા (ફાર્મહાઇસ, જે ઇશ્વરની જ છે)માં બોલાવી. ત્યાં તેમને ઇશ્વરને પોતાના ભક્ત ગણાવતાં મારા લગ્ન તેની સાથે કરાવી દિધા. આ લગ્નમાં મારા ઘર તરફથી કોઇ હાજર ન હતું. નારાયણ સાંઇએ કહ્યું હતું કે આ મારા આદેશથી નહી પરંતુ ભગવાનના આદેશથી થઇ રહ્યું છે.

English summary
Asaram's son, Narayan Sai accused of molestation, forcing woman to marry his disciple. As Asaram is facing charges of sexually assaulting a 16-year-old girl and is currently in jail, his family woes seem to continue. A woman has lodged a case against Asaram's son Narayan Sai. The woman alleges that Narayan Sai fraudulently got her married to his disciple, who was already married.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X