રાત્રે 8 વાગ્યા બાદ સુંદર છોકરીઓને પ્રાઇવેટ રૂમમાં મળતા હતા આસારામ

જોધપુર, 4 સપ્ટેમ્બર: આસારામ બાપુની ધરપકડ બાદ હવે તેમના કુકર્મોમાં ભાગીદારી પુરી પાડનારાઓની પણ આવી બન્યું છે. કિશોર છોકરી સાથે યૌન શોષણના કેસમાં હવે દરરોજ નવા-નવા ખુલાસા થઇ રહ્યાં છે. આ ક્રમમાં મંગળવારે જ્યારે પોલીસે આસારામના ખાસ સેવક શિવા સાથે પૂછપરછ કરવામાં આવી તો કેટલાક એવા રહસ્યો સામે આવ્યા કે જેને જાણ્યા બાદ તમે મોંઢામાં આંગળા નાખી દેશો. શિવાએ જણાવ્યું હતું કે આસારામ સુંદર છોકરીઓને એકલામાં મળતા હતા.

સેવક શિવા વિશે અત્યાર સુધી એમ કહેવામાં આવતું હતું કે તે આસારામની તે ઝુંપડીમાં બહાર ચોકીદારી કરતો હતો જે ઝુંપડીમાં આસારામ છોકરીઓ સાથે રંગરેલિયા મનાવતાં હતા. શિવાએ પુછપરછમાં જણાવ્યું હતું કે આસારામ છોકરીઓને એકલામાં મળતા હતા.

શિવાના જણાવ્યા અનુસાર મહિલાઓને તે ઘણીવાર એકાંતમાં મળ્યા છે. તેને કહ્યું છે કે આસારામ રાત્રે 8 વાગ્યા બાદ એકાંતમાં મહિલાઓને મળતા હતા. બીજી તરફ એ પણ ખુલાસો થયો છે કે આસારામના છિંદવાડા સ્થિત ગુરૂકુળની વોર્ડન શિલ્પી નિયમિત રીતે વિદ્યાર્થીનીઓને તથા અન્ય મહિલાઓને આસારામ પાસે મોકલતી હતી. સીધા શબ્દોમાં કહીએ તો શિલ્પી આસારામને છોકરીઓને સપ્લાઇ કરતી હતી. જોધપુર પોલીસે શિલ્પીની શોધમાં એક ટીમ મોકલી છે.

asaram-bapu-aid-shiva

પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે કેટલાય વર્ષો સુધી શિલ્પીના સંબંધ આસારામ સાથે રહ્યાં છે. આટલું જ નહી શિલ્પીથી ખુશ થઇને આસારામે તેને ગુરૂકુળની વોર્ડન બનાવી હતી અને તેને ગિફ્ટ સ્વરૂપે અમદાવાદ અને દિલ્હીમાં ફ્લેટ આપ્યો હતો. કિશોર છોકરી સાથે સંબંધમાં શિવાનું કહેવું છે કે પીડિતાને ભૂત-પ્રેત ભગાવવાના બહાને 14 ઓગષ્ટના બહાને આશ્રમમાં બોલાવવામાં આવી હતી અને આસારામ તે વાતને જાણતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X