For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam BTC Election Result: બીપીએફે 17 સીટ જીતી, ભાજપના ખાતામાં 9 સીટ

Assam BTC Election Result: બીપીએફે 17 સીટ જીતી, ભાજપના ખાતામાં 9 સીટ

|
Google Oneindia Gujarati News

Assam BTC Election Result 2020: આસામની બોડોલેંડ ક્ષેત્રીય પરિષદના ચૂંટણી પરિણામ આવી ચૂક્યાં છે. બોડોલેંડ પીપુલ્સ ફ્રંટને 17 સીટ મળી છે. યૂનાઈટેડ પીપુલ્સ પાર્ટી લિબરલ 12 સીટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ નવ સીટ પર અને કોંગ્રેસે એક સીટ પર જીત હાંસલ કરી છે. 40 સીટ માટે થયેલ ચૂંટણીમાં બીપીએફ લીડિંગ પાર્ટી બની છે. પરંતુ કોઈપણ પાર્ટીએ બહુમતના આંકડા પાર નથી કર્યા, એટલે કે 20 સીટ નથી જીતી, ત્યારે આ ચૂંટણી પરિણામ બાદ પહેલીવાર ગઠબંધન શાસન જોવા મળી શકે છે.

assam

ભાજપ મહાસચિવ દિલીપ સૈકિયાએ કહ્યું કે ભાજપ આગલી બીટીસી પરિષદ બનાવવા માટે યૂપીપીએલના સંપર્કમાં છે. ભાજપે આ ચૂંટણીમાં પોતાની સહયોગી પાર્ટી બોડોલેંડ પીપુલ્સ ફ્રન્ટ સામે ચૂંટણી લડી હતી.

ભાજપી મહાસચિવ દિલીપ સૈકિયાએ કહ્યું કે ભાજપ આગલી બીટીસી પરિષદ બનાવવા માટે યૂપીપીએલના સંપર્કમાં છે. ભાજપે આ ચૂંટણીમાં પોતાની જ સહયોગી પાર્ટી બોડોલેંડ પીપુલ્સ ફ્રંટ વિરુદ્ધ ચૂંટણી લડી હતી. ચૂંટણી પ્રચાર દરમ્યાન રેલીઓમાં ભાજપી નેતાઓએ પોતાના સહયોગી દળ બીપીએફ પર કેટલાય ગંભીર આરોપ લગાવ્યા હતા.

બોડોલેંડ પીપુલ્સ ફ્રંટે 2016 બાદથી ભાજપના નેતૃત્વવાળી આસામ સરકારની એક સહયોગી પાર્ટી છે. બીપીએફે પાછલા દોઢ દશકોમાં બોડોલેંડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ્સ પર શાસન કર્યું છે, જેમાં ચાર જિલ્લા- કોકરાઝાર, ચિરાંગ, બક્સા અને ઉદલગુરી સામેલ છે.

Parliament Attack: 2001માં થયેલા સંસદ હુમલાને પીએમ મોદીએ યાદ કર્યોParliament Attack: 2001માં થયેલા સંસદ હુમલાને પીએમ મોદીએ યાદ કર્યો

7 અને 10 ડિસેમ્બરે બે તબક્કામાં બોડોલેંડ ટેરિટોરિયલ કાઉંસિલ માટે ચૂંટણી થઈ હતી. રાજનૈતિક જાણકારો મુજબ 2021માં આસામમાં થનાર વિધાનસભા ચૂંટણી પહેલાં, બોડોલેન્ટ ટેરિટોરિયલ કાઉંસિલ ચૂંટણીને સેમીફાઈનલની જેમ જોવામાં આવી છે.

English summary
Assam BTC Election Result: BPF won 17 seats, BJP won 9 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X