આસામના CM હિમંતા બિસ્વા સરમાએ મનીષ સિસોદીયા વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો!
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વચ્ચેનો શાબ્દિક જંગ હવે કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વચ્ચેનો શાબ્દિક જંગ હવે કોર્ટના દરવાજા સુધી પહોંચ્યો છે. થોડા સમય પહેલા મનીષ સિસોદીયાએ હિમંતા બિસ્વા સરમા અને તેના પરિવાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. જેના પર હવે આસામ સરમાએ મોટી કાર્યવાહી કરી છે. હિમંતા બિસ્વા સરમાએ કામરૂપ જિલ્લાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સિસોદિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

આસામના એડવોકેટ જનરલ દેવજીત લોન સૈકિયાએ કહ્યું કે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાને 19 નવેમ્બરે હાજર થવાનું કહ્યું હતું. આ પહેલા સિસોદિયાએ આસામના સીએમ દ્વારા દાખલ કરાયેલા કેસને રદ કરવા માટે ગુહાહાટી હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. આ સ્થિતિમાં હવે સિસોદિયા વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, 4 જૂન, 2022ના રોજ મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા એક કૌભાંડમાં સામેલ છે. 2020 માં કોવિડ દરમિયાન આસામના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા આરોગ્યમંત્રી પણ હતા, ત્યારે તેમણે JCB ઇન્ડસ્ટ્રીઝને PPE કીટના સપ્લાય માટે કોન્ટ્રાક્ટ ફાળવ્યો હતો. આ કંપની સરમાની પત્ની રિંકી ભુયાનની સહ-માલિકી છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, જેસીબી ઇન્ડસ્ટ્રીઝને 900ના દરે પીપીઇ કીટ સપ્લાય કરવાનો આદેશ આપવામાં આવ્યો, જ્યારે અન્યોએ 600માં સપ્લાય કરી હતી.
સરમાની પત્નીએ સિસોદિયાના આરોપોને ફગાવ્યા હતા અને હવે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સિવાય આસામના સીએમ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ઘણા સમયથી શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે.












Click it and Unblock the Notifications
