For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસામ મિઝોરન બોર્ડર હિંસા મુદ્દે કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ તપાસની માગ સાથે કહ્યું કે, આપણે દેશમાં છીએ કે બોર્ડર

વર્તમાન સમાયમાં આસામ મિઝોરમ સરહદ સંઘર્ષ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ આ સમગ્ર મામલે તપાસ થાય તેવી માગ કરી છે. મિઝોરમની સરહદ પર થયેલી હિંસામાં આસામના પાંચ પોલીસ જવાન માર્યા ગયા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વર્તમાન સમાયમાં આસામ મિઝોરમ સરહદ સંઘર્ષ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકસભામાં કોંગ્રેસના ગૌરવ ગોગોઇએ આ સમગ્ર મામલે તપાસ થાય તેવી માગ કરી છે. મિઝોરમની સરહદ પર થયેલી હિંસામાં આસામના પાંચ પોલીસ જવાન માર્યા ગયા છે, આ ઘટના અંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ માહિતી આપી હતી.

અસમ અને મિઝોરમ બંને હિંસા માટે એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે. લોકસભા સાંસદ ગૌરવ ગોગોઇ આ વિશે જણાવે છે કે, સોમવારના રોજ આસામ મિઝોરમ સરહદ પર થયેલી અથડામણ દરમિયાન લાઇટ મશીન ગન (LMG) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મને સમજાતું નથી કે, આપણે દેશમાં છીએ કે,સરહદ? અમે આ સમગ્ર ઘટનાની તપાસ થાય આવે તેવી અમારી ઉગ્ર માગ છે.

gaurav gogoi

આ સાથે જ કોંગ્રેસ નેતા સુસ્મિતા દેવે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, સ્થિતિ ખૂબ ગંભીર છે. આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જોઈએ. મિઝોરમના મુખ્યમંત્રી અને આસામના મુખ્યમંત્રી ફક્ત આ મુદ્દાને લઈને ટ્વિટર પર લડી રહ્યા છે. જેનાથી કોઇ ઉકેલ આવી શકશે નહીં.

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટિ્‌વટ કર્યું હતું કે, મને તમને એ જણાવતા અત્યંત દુ:ખ થાય છે કે, આસામ મિઝોરમ સરહદ પર રાજ્યની બંધારણીય સીમાનું રક્ષણ કરતા સમયે આસામના 5 પોલીસ જવાન શહીદ થયા છે. શહિદ જવાનોના પરિવારોને મારી સંવેદના.

બીજી તરફ મિઝોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આસામ પોલીસે સરહદ પાર કરી હતી જે બાદ જ હિંસા શરૂ થઇ હતી. મિઝોરમે એવો પણ દાવો કર્યો છે કે, આસામ પોલીસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોને નુકસાન પણ પહોંચાડ્યું છે. આસામ પોલીસે મિઝોરમ પોલીસ પર પહેલા ગોળીબાર કર્યો હતો.

English summary
The dispute over the Assam Mizoram border conflict continues. Meanwhile, Deputy Leader of Congress in Lok Sabha Gaurav Gogoi has demanded an inquiry into the entire matter. Five Assam police personnel have been killed in violence along the border with Mizoram. Assam Chief Minister Himanta Biswa Sarma has given this information. Both Assam and Mizoram are blaming each other for the violence. Gaurav Gogoi, Deputy Leader of Congress in Lok Sabha: Some media reports say that Light Machine Guns (LMGs) were used during the Assam-Mizoram border clash yesterday. I do not understand whether we are in our country or on the borders of the country? We demand an inquiry into this incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X