આસામ રાઇફલે લીધો મણિપુર હુમલાનો બદલો, ઓપરેશનમાં 3 ઉગ્રવાદી ઠાર
આસામ રાઈફલ્સના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા ત્રણેય ઉગ્રવાદી NSCN- K(YA) સાથે સંબંધ ધરાવતા હતા. ભારત-મ્યાનમાર સરહદ પર ઓપરેશન હજુ પણ ચાલુ છે, ઘટના સ્થળેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત ક
આસામ રાઈફલ્સના જવાનોએ અરુણાચલ પ્રદેશમાં ત્રણ ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા ત્રણેય ઉગ્રવાદી NSCN- K(YA) સાથે સંબંધ ધરાવતા હતા. ભારત-મ્યાનમાર સરહદ પર ઓપરેશન હજુ પણ ચાલુ છે, ઘટના સ્થળેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

ઘટના સાઉથ અરુણાચલના ઈન્ડો-મ્યાનમાર બોર્ડર નજીક તિરાપ જિલ્લાની છે. જાણકારી અનુસાર અહીં પ્રતિબંધિત સંગઠન NSCN- K(YA) ના ત્રણ ઉગ્રવાદી બે નાગરિકોનુ અપહરણ કરીને મ્યાનમાર લઈ જઈ રહ્યા હતા. આસામ રાઈફલ્સના સૈનિકોએ આમને તિરાપ જિલ્લામાં લાહુ નજીક ઠાર માર્યા. જોકે, અપહરણ થયેલા નાગરિકો વિશે હજુ જાણકારી મળી નથી.
મણિપુરના ચુરાચાંદપુરમાં શનિવારે થયેલા હુમલામાં ભારતીય સેનાના એક કર્નલ, તેમની પત્ની અને 8 વર્ષનો દીકરો અને આસામ રાઈફલ્સના ચાર જવાન શહીદ થઈ ગયા હતા. કર્નલ વિપ્લવ ત્રિપાઠી 46મા અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર હતા. અધિકારીઓએ જણાવ્યુ કે દેહેંગ ક્ષેત્રથી લગભગ 3 કિલોમીટર દૂર ઘાત લગાવીને કરવામાં આવેલા આ હુમલામાં 4 અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
