Assembly Election 2024 : જમ્મુ કાશ્મીર-હરિયાણામાં ચૂંટણી જાહેર, જાણો પુરો કાર્યક્રમ
Assembly Election 2024 : નરેન્દ્ર મોદીની આગેવાની વાળી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં સતત ચૂંટણી કરાવવાની માંગ થઈ રહી હતી. હવે ઈલેક્શન કમિશને જાહેરાત કરી દીધી છે.

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ જમ્મુ કાશ્મીરમાં ત્રણ ફેઝમાં ચૂંટણી કરવાની જાહેરાત કરી છે. 18 સપ્ટેમ્બરે ચૂંઠણીનું પહેલુ ચરણ યોજાશે. ત્યારબાદ 25 સપ્ટેમ્બરે બીજુ ચરણ અને અંતિમ ચરણ 1 ઓક્ટોબરે યોજાશે.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ ફેઝના ઈલેક્શન બાદ પરિણામ 4 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.
હરિણાયાની વાત કરીએ તો, અહીં એક જ ચરણમાં મતદાન પુરૂ કરાશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન થશે અને બન્ને રાજ્યોનું સાથે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે.
જણાવી દઈએ કે, હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ અનુક્રમે 3 નવેમ્બર અને 26 નવેમ્બરે પૂરો થશે. ઝારખંડનો કાર્યકાળ જાન્યુઆરી 2025માં સમાપ્ત થશે. આ સમયમર્યાદાને કારણે સત્તાનું સરળ ટ્રાન્સફર સુનિશ્ચિત કરવા માટે વહેલી ચૂંટણી યોજવાની જરૂર રહે છે.












Click it and Unblock the Notifications
