દિલ્હી વિધાનસભા ચૂંટણી: 7 ફેબ્રુઆરીના રોજ મતદાન, 10 ફેબ્રુઆરીએ મતગણતરી
નવી દિલ્હી, 12 જાન્યુઆરી: દિલ્હીના ચૂંટણી સંગ્રામમાં કૂદવા માટે તમામ મહારથી કમર કસી ચૂક્યા છે. બસ માત્ર ઇંતેજાર હતો ચૂંટણીઓની તારીખોની જાહેરાતનો જે આજે કરી દેવામાં આવ્યો છે. સવારે થયેલી બેઠક બાદ ચૂંટણી પંચે પ્રેસ કોંફ્રેન્સ કરીને જણાવ્યું કે દિલ્હીમાં ચૂંટણી 7 ફેબ્રુઆરીના રોજ થશે. વોટોની ગણતરી 10 ફેબ્રુઆરીમાં કરવામાં આવશે.
ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી વીએસ સંપતે સોમવારે જાહેરાત કરી. સંપતે જણાવ્યું કે દિલ્હીમાં ચૂંટણી સાત ફેબ્રુઆરીના રોજ કરાવવામાં આવશે અને મતગણતરી 10 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ચૂંટણીને લઇને અધિસૂચના 14 જાન્યુઆરીના રોજ જારી કરવામાં આવશે. ચૂંટણીની તારીખની જાહેરાતની સાથે જ દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.
70 વિધાનસભા બેઠકો માટે થનારી ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર બની રહેશે, જેમના માટે 11,763 મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હી વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી હતી, જ્યારે ભાજપા, આપ અને કોંગ્રેસ પાર્ટીએ સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો હતો.

દિલ્હી ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે માનવામાં આવી રહ્યો છે. 2013માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં આપે 28 બેઠકો હતી, જ્યારે ભાજપ 31 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી હતી. પરંતુ મે 2014માં સંપન્ન લોકસભા ચૂંટણીમાં તસવીર બિલકૂલ પલટાઇ ગઇ હતી, જ્યારે ભાજપે દિલ્હીમાં ક્લીન સ્વિપ કરીને તમામ સાત બેઠકો જીતી લીધી હતી.
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત અને જમ્મુ કાશ્મીરમાં ખુબ જ સારા પ્રદર્શન બાદ દિલ્હીને લઇને ભાજપનો ઉત્સાહ ચરમ સીમા પર છે. બીજી તરફ કેજરીવાલ પણ મોદી રથ રોકવા માટે તૈયાર છે.
મોદીએ આપ્યું હતું કેજરીવાલને AK 49 નામ!
દિલ્હીમાં કોંગ્રેસના સમર્થન બાદ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર રચાઇ પરંતુ એ માત્ર 49 દિવસ જ ટકી શકી. કેજરીવાલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું. સરકાર ભાંગી ગયા બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે મોદીએ પોતાની એક સભામાં કેજરીવાલને AK49 કહીને સંબોધ્યા હતા.












Click it and Unblock the Notifications
