• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીની લહેર-જનતાનો આક્રોશઃ ખીલ્યુ કમળ, કપાયો પંજો

|

ગાંધીનગર, 8 ડિસેમ્બરઃ દેશના ચાર રાજ્યો દિલ્હી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે અને આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીને લઇને આજને દિવસ ઘણો જ નિર્ણાયક રહ્યો છે. જે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢમાં જે રીતે ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસનો રકાસ નીકળ્યો છે, તે જોઇને જ માલૂમ પડી જાય છે કે આખા દેશમાં મોદીની લહેર છે અને જનતાનો આક્રોશ કોંગ્રેસ સામે છે. જેના કારણે આ હદે કોંગ્રેસનો કારમો પરાજય થયો છે.

મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં ભાજપ હેટ્રિક કરવા જઇ રહ્યું છે. રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં મોદી ફેક્ટરની અસર છે જેના કારણે ગેહલોત સરકારને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ આશ્ચર્યજનક રીતે શાનદાર પ્રદર્શન કર્યું અને દિલ્હીમાં ભાજપ બાદ બીજી મોટી પાર્ટી બનીને ઉભરી છે. છત્તીસગઢમાં પણ ભાજપનો જાદૂ યથાવત રહ્યો છે.

અપડેટઃ 5.45 PM

આજે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા અને આમ આદમી પાર્ટીને તેમાં ઐતિહાસિક જીત હાસલ થઇ છે. હું મારા કાર્યકરોને કહેવા માંગીશ કે તેઓ એવી રીતે જ કામ કરે જે રીતે આપણે એક નેતા પાસે કામ કરવાની અપેક્ષા રાખતા હતા. હું ભાજપ અને ડો. હર્ષવર્ધનને પર શુભેચ્છા આપું છું કે તેમણે સૌથી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે. અમારી શીલા દીક્ષિત સામે કોઇ વ્યક્તિગત દુશ્મની નથી. અમારી લડાઇ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે છે. અમે સત્તા નહીં બનાવી શકીએ તો અમે વિપક્ષમાં બેસીશું.

- અરવિંદ કેજરીવાલ

અપડેટઃ 5.30 PM

દિલ્હી ખાતે પ્રેસ કોન્ફ્રેન્સને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યું કે 'મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને જે બહુમતી મળી રહી છે તેના માટે હું ત્યાંની જનતાનો આભારી છું. તેમજ આ જીત લોકોની અને કાર્યકરોને આભારી છે.' રાજનાથ સિંહે જણાવ્યું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં ભાજપને બહુમતી મળી છે તેના માટે વસુંધરા રાજે, શિવરાજ સિંહ, રમન સિંહ અને ડો. હર્ષવર્ધનની તો અસર છે જ પરંતુ અમારા વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકપ્રીયતાની પણ અસર છે.

- રાજનાથ સિંહ

અપડેટઃ 5.15 PM

ચૂંટણીના જે પરિણામો આવ્યા છે તે અમારા માટે લોકોનો એક સંદેશા સમાન છે. અને અમે લોકોના સંદેશાને દિમાગથી નહીં પરંતુ દિલથી પણ સાંભળ્યો છે. અમે જે કર્યું છે અમે તેના કરતા પણ વધારે સારુ કરી શકતા હતા. કોંગ્રેસમાં લોકોની અપેક્ષાઓને પૂરી કરવાની ક્ષમતા છે. શીલાજીએ ખૂબ જ દિલ્હીમાં ખૂબ જ મહેનત કરી છે પરંતુ ખૂંચ ક્યા રહી ગઇ તે સમજની બહાર છે.

- રાહુલ ગાંધી

અપડેટઃ 5.00 PM

સોનિયા ગાંધીએ પરિણામ આવ્યા બાદ પત્રકારોને જણાવ્યું કે 'ચાર રાજ્યોના જે ચૂંટણી પરિણામ આવ્યા છે, તેનાથી અમે દુ:ખી છીએ. અમારાથી ક્યાં ઊણપર રહી ગઇ છે તેનું અમે નીરિક્ષણ કરીશું.'

- સોનિયા ગાંધી

અપડેટઃ 4.01 PM

ભાજપની જીત પર મોદીએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, 4 રાજ્યોમાં ભાજપની શાનદાર જીત છે. મોદીએ જે બદલ રાજનાથ સિંહ અને પક્ષના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી છે.

અપડેટ 3.55 PM

હાલ મળતા અહેવાલ અનુસાર નવી દિલ્હીમાં ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી રહી છે, જેમાં હાજરી આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી નવી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયે પહોંચી ગયા છે.

અપડેટઃ 3.06 PM

થોડાક સમય પહેલા શકીલ એહમદે કહ્યું હતું કે, તેઓ આપ પાર્ટીને સમર્થન આપવા તૈયાર છે જો કે, હવે તેઓ આ નિવેદન પરથી પલટી ગયા છે. બીજી તરફ ભાજપે આપ પાર્ટીને સમર્થન નહીં કરવાની જાહેરાત કરી છે, તો આ તરફ આપ પાર્ટીએ પણ કોઇનું પણ સમર્થન નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

અપડેટઃ 2.28 PM

દિલ્હી અંગે વાત કરએ તો ભારતીય જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સમર્થન આપવા તૈયાર થઇ છે. કોંગ્રેસના દિલ્હીના પ્રભારી શકીલ એહમદે એબીપી ન્યુઝને જણાવ્યું છે કે, રાજકારણમાં કોઇ અછૂતુ નથી. અમે આપ પાર્ટીને સમર્થન આપવા અંગે વિચારી શકીએ છીએ.

અપડેટઃ 12.45 PM

દિલ્હીની વાત કરવામાં આવે તો ભાજપને સંપૂર્ણ બહુમત મળી રહી છે. જ્યારે બીજી સૌથી મોટી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ઉભરી છે. દિલ્હીની 70 બેઠકની વાત કરવામાં આવે તો 37 બેઠકો પર ભાજપ, 25 બેઠકો પર આપ, 7 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર અન્ય આગળ છે. છત્તીસગઢની વાત કરવામા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર છે. છત્તીસગઢની 90 બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપ 41 અને કોંગ્રેસ 45 બેઠકો પર આગળ છે. જ્યારે 4 બેઠકો પર અન્ય આગળ છે.

અપડેટ 12.00 PM

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે ભારે બહુમતી મેળવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજેને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ બન્નેને ફોન પર શુભેચ્છા પાઠવી હતી. દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં શિલા દીક્ષિતનો પરાજય નિશ્ચિત જણાઇ રહ્યો છે.

અપડેટઃ 11.32 AM

દિલ્હી વિધાનસભાની વાત કરવામાં આવે તો કોંગ્રેસમુક્ત દિલ્હીની મોદી દ્વારા કરવામાં આવેલી જાહેરાત સાચી પડી રહી છે. હાલની સ્થિતિ અનુસાર ભાજપે 36 બેઠકો સાથે બહુમત મેળવી લીધી છે. જ્યારે આમ આદમી પાર્ટી 21 બેઠક સાથે બીજી મોટી પાર્ટી સાબિત થઇ છે. જ્યારે કોંગ્રેસ 9 બેઠકો સાથે ત્રીજા નંબર પર છે. આ સાથે જ શિલા દીક્ષિત કરતા કેજરીવાલ 6 હજાર મતોથી આગળ છે.

અપડેટઃ 11.02 AM

રાજસ્થાનમાં મોદી ફેક્ટર કામ કરી ગયું છે. વસુંધરા રાજેએ કહ્યું છે કે, જે નિર્ણયો બહાર આવી રહ્યાં છે, તેમાં મોદી ફેક્ટરની અસર જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ અશોક ગેહલોતે હારનો સ્વિકાર કર્યો છે. હાલની સ્થિતિ પર નજર ફેરવીએ તો રાજસ્થાનની 189 બેઠકોમાંથી 137 બેઠકો પર ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ માત્ર 29 બેઠકો પર આગળ છે અને અન્ય 23 બેઠકો સાથે આગળ છે.

અપડેટઃ 10.20 AM

આ વખતની ચૂંટણી મોદીની આંધી કામ કરી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. મધ્ય પ્રદેશમાં અને રાજસ્થાનમાં ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાંખશે તેવા અણસાર છે. છત્તીસગઢમાં પણ ભાજપ આગળ છે. જ્યારે દિલ્હીમાં આપ પાર્ટીના કારણે ત્રિશંકુ વિધાનસભા રચાય શકે છે. આપ 25 બેઠકો પર આગળ છે અને તે ભાજપ કે કોંગ્રેસને સમર્થન આપવા માગતું નથી. રાજસ્થાનમાં 135 અને મધ્ય પ્રદેશમાં 142 બેઠક સાથે ભાજપ અને રાજસ્થાનમાં 26 અને મધ્ય પ્રદેશમાં 74 બેઠક સાથે કોંગ્રેસ આગળ છે.

અપડેટઃ 9.50 AM

દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં શિલા દીક્ષિત સામે કેજરીવાલ 2000 મતથી આગળ છે. દિલ્હીમાં 65 બેઠકોમાં 30 ભાજપ, 24 આપ, 9 કોંગ્રેસ અને 2 બેઠક પર અન્ય આગળ છે.

જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ તરફી વલણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. છત્તીસગઢની વાત કરવામાં આવે તો છત્તીસગઢમાં કોંગ્રેસ 40 અને ભાજપ 37 બેઠકો સાથે આગળ છે.

અપડેટઃ 9.30 AM

ભાજપ દ્વારા 3.30 વાગ્યે નવી દિલ્હીમાં સંસદીય બોર્ડની બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં મોદી હાજરી આપવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢને બાદ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં મોદી ફેક્ટર કામ કરી રહ્યું છે, બન્ને રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો બોલાઇ ગયો છે. દિલ્હીમાં ભાજપ આગળ છે પરંતુ આપ પાર્ટી ટક્કર આપી રહી છે.

અપડેટઃ 9.03 AM

દિલ્હીની વાત કરવામાં આવે તો એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે, પરંતુ હાલની સ્થિતિ પરથી એવું લાગી રહ્યું છે કે, આ ટક્કર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર છે. દિલ્હીમાં 29 બેઠક પર 13 બેઠકો પર ભાજપ, 8 બેઠકો પર આપ, 5 બેઠકો પર કોંગ્રેસ અને 3 બેઠકો પર અન્ય છે.

મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે વલણ ભાજપ તરફ જોવા મળી રહ્યું છે. 102 બેઠકો સાથે ભાજપ આગળ છે જ્યારે કોંગ્રેસ 36 બેઠકો પર કોંગ્રેસ આગળ છે.

રાજસ્થાનમાં 74 બેઠકો પર ભાજપ 57 સાથે આગળ છે જ્યારે કોંગ્રેસ 10 બેઠકો પર છે. જેને જોઇને નિશ્ચિત પણે કહીં શકાય કે રાજસ્થાનમાં મોદી ફેક્ટર કામ કરી ગયું છે.

અપડેટઃ 8.44 AM

દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં ભાજપનો હાલ દબદબો જોવા મળી રહ્યો છે. દિલ્હીની 10 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપ આગળ છે, જ્યારે 4 બેઠકો પર આપ પાર્ટી આગળ છે. બીજી તરફ કોંગ્રેસ એક જ બેઠક પર આગળ છે અને એ બેઠક મુખ્યમંત્રી શિલા દીક્ષિતની છે. શિલા દીક્ષિતે હાલ અરવિંદ કેજરીવાલ સામે બઢત મેળવી છે.

મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો 54 બેઠકોમા ભાજપ- 38, કોંગ્રેસ-15 અને અન્ય-1 બેઠક પર આગળ છે.

રાજસ્થાનમાં 16 બેઠકોમાં ભાજપ- 10, કોંગ્રેસ-5 અને અન્ય-1 બેઠક પર આગળ છે.

છત્તીસગઢમાં 19 બેઠકોમાં ભાજપ- 8, કોગ્રેસ 10 અને અન્ય 1 બેઠક સાથે આગળ છે.

અપડેટઃ 8.34 AM

મધ્ય પ્રદેશમાં 42 બેઠકોની વાત કરવામાં આવે તો 26 બેઠકો પર ભાજપ, 15 બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક પર અન્ય આગળ છે.

છત્તીસગઢમાં 9 બેઠકોની વાત કરવામાં આવે તો 6 બેઠકો પર ભાજપ અને 3 બેઠકો પર કોંગ્રેસ આગળ છે.

રાજસ્થાનમાં 6 બેઠકોની વાત કરવામાં આવે તો 2 બેઠકો પર કોંગ્રેસ અને 4 બેઠક પર ભાજપ આગળ છે.

દિલ્હીમાં 5 બેઠકોની વાત કરવામાં આવે તો 2 બેઠકો પર ભાજપ, 2 બેઠકો પર આપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે.

અપડેટઃ 8.26 AM

હાલની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં 11 બેઠક પર ભાજપ અને 9 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અન્ય આગળ છે.

છત્તીસગઢ અંગે વાત કરીએ તો હાલ ભાજપ 4 અને કોંગ્રેસ 3 બેઠક પર આગળ છે.

દિલ્હીમાં 2 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર આપ પાર્ટી આગળ

રાજસ્થાનમાં 1 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે.

અપડેટઃ 8.14 AM

મધ્ય પ્રદેશની વાત કરવામા આવે તો 2 બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર ભાજપ આગળ છે.

છત્તીસગઢની વાત કરવામાં આવે તો એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર અન્ય આગળ છે.

bjp
છત્તીસગઢની વાત કરવામાં આવે તો નક્સલી પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિવિધ એક્ઝિટ પોલની વાત કરવામાં આવે તો ઉક્ત ચારેય રાજ્યોમાં કોંગ્રેસને પછડાટ અને ભાજપને સત્તાનો લાડવો મળશે તેવું જણાવવામાં આવ્યું છે.

English summary
Results of the assembly elections in four states, viz., Chhattisgarh, Delhi, Madhya Pradesh and Rajasthan, will be declared on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more