For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM માંથી ડબલ રૂપિયા નીકળ્યા, લોકોએ મશીન ખાલી કરી દીધું

યુપીના સહાનપુરમાં એટીએમ મશીનની બહાર તે સમયે લોકોની ભીડ જામી જયારે લોકોને એટીએમમાંથી બમણા પૈસા નીકળવાની માહિતી મળી

|
Google Oneindia Gujarati News

યુપીના સહાનપુરમાં એટીએમ મશીનની બહાર તે સમયે લોકોની ભીડ જામી જયારે લોકોને એટીએમમાંથી બમણા પૈસા નીકળવાની માહિતી મળી. લોકોને જે રકમ ઉપાડવાની ઈચ્છા કરી તેનાથી બમણી નીકળી. એટલું જ નહીં, ઉપાડવામાં આવેલી રકમમાંથી અડધી રકમની જાણકારી મેસેજમાં પ્રાપ્ત થતી રહી. આ સમાચાર ફેલાતાં જ લોકોની ભીડ જામવા લાગી. માહિતી મળતા જ બેંકે એટીએમ સેવાઓ બંધ કરી દીધી હતી. પોલીસને જાણ કરતાં લોકોને વધારે નીકળેલી રકમ પરત આપવા અપીલ કરવામાં આવી છે.

તકનીકી ખામીને કારણે ડબલ રકમ બહાર આવવા લાગી

તકનીકી ખામીને કારણે ડબલ રકમ બહાર આવવા લાગી

આ મામલો સહારનપુરના હસનપુર ચોક સ્થિત બેંક ઓફ ઇન્ડિયા એટીએમનો છે. મળેલી માહિતી મુજબ એટીએમએમાં તકનીકી ખામીને કારણે રકમ બમણી નીકળવા લાગી. ગ્રાહકો એટીએમમાંથી જે પૈસાની રકમ ઉપાડે તેની ડબલ રકમ બહાર આવી અને તેનો મેસેજ અડધી રકમનો મળતો. એટીએમમાંથી રકમ બમણી નીકળવાના સમાચાર ખુબ જ ઝડપથી ફેલાઈ ગયા. લોકોએ તેમના પરિવારના સભ્યો, સંબંધીઓને કહ્યું અને દરેક એટીએમ પર પહોંચ્યા.

બેંકમાં હલચલ મચી ગઈ હતી

બેંકમાં હલચલ મચી ગઈ હતી

ધીરે ધીરે 30 લોકોએ એટીએમમાંથી બમણી રકમ ઉપાડી લીધી અને એટીએમમાં પૈસા ખતમ થઇ ગયા. ત્યારબાદ આ મામલો બેંક મેનેજર સુધી પહોંચ્યો, ત્યારબાદ બેંકમાં પણ હંગામો થયો હતો. બેંક મેનેજરે તરત જ એટીએમ પર રોકડ રકમ જમા કરાવતી કંપનીનો સંપર્ક કર્યો. કંપનીના અધિકારી હરપ્રીત સિંહના જણાવ્યા અનુસાર 30 ગ્રાહકોએ એટીએમમાંથી 4 લાખ 90 હજાર રૂપિયાથી વધુ ઉપાડ્યા છે.

પરત ન કરી બમણી રકમ તો કાર્યવાહી કરવામાં આવશે

પરત ન કરી બમણી રકમ તો કાર્યવાહી કરવામાં આવશે

આ મામલે બેંક મેનેજરે પોલીસ સ્ટેશન સદર બજાર પોલીસને જાણ કરી હતી. સિક્યુરિટી કંપનીને વધુ પૈસાની રિકવરી કરવાની જવાબદારી મળી છે. જે લોકોએ આ વધુ પૈસા ઉપાડ્યા છે તેમને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાતે જ આ વધુ રકમ પરત કરી દે. બેંક મેનેજર કહે છે કે બેંક પાસે તમામ રેકોર્ડ છે. જો ગ્રાહકો પ્રાપ્ત કરેલી રકમ પરત નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ભિખારીના અકાઉન્ટમાં કરોડો રૂપિયાનો ખુલાસો, બેંક થઈ ગઈ ખાલી

English summary
ATM dispense double amount due to technical fault
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X