BMC કાર્યાલય પર અજાણ્યા સખ્શોનો હુમલો, કર્મચારીઓને ફટકાર્યા

આ ઉપરાંત હુમલાખોરોએ બીએમસીના કર્મચારીઓ સાથે મારામારી પણ કરી. જોકે હજી સુધી એ જાણી શકાયું નથી કે બીએમસીના કાર્યાલયમાં હુમલો કરનાર શખ્શો કોણ હતા. જોકે સૂત્રોએ આપેલી માહીતી અનુસાર હુમલાનો સંબંધ બાળા સાહેબ ઠાકરેના સ્મારક વિવાદ સાથે હોય શકે છે. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે રાત્રે 11.30 વાગ્યે લગભગ 40-50 લોકોએ અચાનક હુમલો કરી દીધો અને અત્રે રાખવામાં આવેલી બીએમસીની ગાડીઓને પણ તોડવા લાગ્યા. બાદમાં આ અજાણ્યા હુમલાખોરોએ ઓફિસમાં પણ તોડફોડ કરી અને જો કોઇ તેમના રસ્તામાં આવ્યું તેમની સાથે હાથચાલાકી કરી.
તોડફોડ કરનાર લોકો જે ઝડપથી આવ્યા હતા તે જ રીતે આવીને જતા પણ રહ્યા, પરંતુ આખરે એ હુમલાખોરો કોણ હતા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો તે જાણી શકાયો નથી.
જોકે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શિવાજી પાર્કમાં બાળાસાહેબ ઠાકરેના સ્મારકને નહી બનાવવાનું ફરમાન બીએમસી દ્વારા જાહેર કરાતા ગુસ્સે થયેલા લોકોએ આ તોડફોડ કરી છે.












Click it and Unblock the Notifications
