સીટ અપાવવા માટે કુમારસ્વામીએ માંગ્યા હતા 20 કરોડ!

35 મિનિટની આ ઓડિયો સીડીને વીજૂગૌડા પાટીલ અભિમંગળ બલાગા (વીજૂગૌડા પાટીલ ફેન્સ એસોશિએશને) જાહેર કર્યો છે. આ ઓડિયોમાં કુમારસ્વામી પાટીલના સમર્થકને કહી રહ્યાં છે કે મારી પાર્ટીના ધારાસભ્ય પૈસા ખાતર મુખ્યમંત્રી સિદ્ધરમૈયાના કહેવા પર કોંગ્રેસ ઉમેદવારને પણ સમર્થન આપી શકે છે. તે તેમની વાત માની રહ્યાં નથી. બધાએ ચૂંટણી લડવા માટે લોન લીધી છે અને હવે ભરપાઇ ઇચ્છે છે. બધા 40 ધારાસભ્ય એક-એક કરોડ માંગી રહ્યાં છે. તેના પર વીજૂગૌડાને સીટ અપાવવ માટે તેમનું સમર્થક 40 કરોડ ઓફર કરે છે. કુમારસ્વામી કહે છે કે તમે 20 કરોડ રૂપિયા આપી દો બાકી હું જોઇ લઇશ.
આ ટેપને જાહેર થયા બાદ કુમારસ્વામીએ કહ્યું કે ટેપમાં ફક્ત પૈસાનો ઉલ્લેખ છે. કોઇએ તેમને પૈસા લેતા જોયા નથી. કુમારસ્વામીએ એમપણ કહ્યું કે કેશના બદલે સીટ આજના કડવા રાજકારણની સચ્ચાઇ છે. તેમણે કહ્યું કે 'હું તે નેતાઓમાં નથી જે સામે કંઇક કહે અને પાછળ કંઇક બીજું. મને ખલનાયકના રૂપમાં રજૂ કરવો અયોગ્ય છે. મેં કોઇ મહાગુનો કર્યો નથી. આ ચૂંટણીમાં બાકી બધી પાર્ટીઓએ પણ આ જ કર્યું છે.' વીજૂગૌડાએ કહ્યું કે તેમની છબિ ખરાબ કરવા માટે કોંગ્રેસે ટેપ જાહેર કરી છે.












Click it and Unblock the Notifications
