Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગેંગરેપ કેસમાં UPના બુલંદશહેરનું આખું પોલીસ સ્ટેશન સસ્પેન્ડ

ગેંગરેપ કેસમાં UPના બુલંદશહેરનું આખું પોલીસ સ્ટેશન સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં શુક્રવારે રાતે બનેલી સામૂહિક બળાત્કારની ઘટના બાદ રવિવારે રાજ્યની અખિલેશ સરકારે કડક કાર્યવાહી કરી એસએસપી, એએસપી, સીઓ તથા બે ઇન્સ્પેક્ટર સહિત આખા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરી દીધું હતું.

રિલાયન્સ જિયોને કારણે નાના શહેરોમાં સ્ટાર્ટઅપ્સ વધી શકે

રિલાયન્સ જિયોને કારણે નાના શહેરોમાં સ્ટાર્ટઅપ્સ વધી શકે

ભારતની પોતાની બેંગ્લુરુ સ્થિત સિલિકોન વેલીને દિલ્હી એનસીઆરથી રોકાણના મામલે જોરદાર ટક્કર મળી રહી છે. વર્ષ 2016ના પ્રથમ 6 મહિનામાં દિલ્લી એનસીઆરના સ્ટાર્ટઅપે લગભગ બે ગણા રોકાણને આકર્ષિત કર્યું છે. નાના શહેરોમાં પણ સ્ટાર્ટઅપને મામલે આગળ વધી રહ્યાં છે. રિલાયન્સ જિયોના આગમનથી તેમાં વધારો થશે.

પેટ્રોલ પ્રતિ લીટર 1 રૂપિયો 42 પૈસા સસ્તુ; ડિઝલમાં લીટરે બે રૂપિયા ઘટી ગયા

પેટ્રોલ પ્રતિ લીટર 1 રૂપિયો 42 પૈસા સસ્તુ; ડિઝલમાં લીટરે બે રૂપિયા ઘટી ગયા

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ પ્રતિ લીટર 1 રૂપિયો 42 પૈસા સસ્તું થયું છે જ્યારે ડિઝલમાં લીટરે બે રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે.

પાણી ભરાવાની સમસ્યાથી દેશના 84 ટકા લોકો પરેશાન

પાણી ભરાવાની સમસ્યાથી દેશના 84 ટકા લોકો પરેશાન

દેશમાં સાર્વત્રીક વરસાદ વચ્ચે ઠેરઠેર પાણી ભરાવાના અને તેને કારણે ટ્રાફિક જામ થવાના બનાવો સામે આવી રહ્યા છે. કેટલાય શહેરોમાં લોકો વરસાદના પાણી ભરાવાથી હાલાકી ભોગવી રહ્યા છે.

પતંજલિને ટક્કર આપવા કોલગેટ આયુર્વેદિક બ્રાન્ડ લાવશે

પતંજલિને ટક્કર આપવા કોલગેટ આયુર્વેદિક બ્રાન્ડ લાવશે

રામદેવની પતંજલિને ટક્કર આપવા કોલગેટ હવે નવી આયુર્વેદિક બ્રાન્ડ સિબાકા વેજશક્તિ લૉન્ચ કરશે. કોલગેટ પામોલિવ લીમડા અને લવિંગ જેવા આયુર્વેદિક તત્વો વાળી પ્રોડક્ટનું લાંબા સમયથી વેચાણ કરી જ રહી છે. જો કે આયુર્વેદિક સેગમેન્ટમાં આ તેની પહેલી બ્રાન્ડ હશે.

રાજનાથસિંહના પાક પ્રવાસથી ઉશ્કેરાયો હાફિઝ, સરકારને આપી ધમકી

રાજનાથસિંહના પાક પ્રવાસથી ઉશ્કેરાયો હાફિઝ, સરકારને આપી ધમકી

પાકિસ્તાનમાં યોજાનાર સાર્ક સંમેલનમાં ભારતના ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહેનાર છે. જેને પગલે જમાત ઉદ દાવાના આકા હાફિઝ સઇદે વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી છે. હાફિઝે ચેતવણી આપી છે કે જો રાજનાથ સાર્ક સંમેલનમાં હાજરી આપવા પાકિસ્તાન આવશે તો જમાત ઉદ દાવા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.

નૈનિતાલઃ હનિમૂન પર આવેલા કપલના રૂમમાં ઘૂસ્યો દીપડો

નૈનિતાલઃ હનિમૂન પર આવેલા કપલના રૂમમાં ઘૂસ્યો દીપડો

નૈનિતાલમાં હનિમૂન મનાવવા ગયેલા એક કપલના રૂમમાં વહેલી સવારે દીપડો ઘૂસી ગયો હતો. જેમ તેમ કરી દીપડાને બાથરૂમમાં પુરવામાં કપલ સફળ રહ્યું હતું.
પોલીસ અને વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. દીપડો તેમને થાપ આપી નાસી છૂટ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X