મહારાષ્ટ્રથી સુરત આવતી 17 મુસાફરો સાથેની બસ તણાઈ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મહારાષ્ટ્રથી સુરત આવતી 17 મુસાફરો સાથેની બસ તણાઈ, પુલની રેલિંગમાં અટકી

મહારાષ્ટ્રથી સુરત આવતી 17 મુસાફરો સાથેની બસ તણાઈ, પુલની રેલિંગમાં અટકી

મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડરે આવેલા નવાપુરની રંગાવતી નદી પરના પૂલ પર મુસાફરોથી ભરેલી બસ તણાઈ હતી. મળસ્કે પાંચ વાગ્યે પૂલ પરથી પસાર થઈ રહેલી બસના ડ્રાઈવરને પૂલ પરના પાણીનો અંદાજ આવ્યો ન હતો. બ્રિજ પર બસ ચલાવતાં બસ તણાવા લાગી હતી.

યુપીઃ બીજેપી નેતા પર ફાયરિંગ

યુપીઃ બીજેપી નેતા પર ફાયરિંગ

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના નજીકના મનાતા બીજેપી નેતા બૃજપાલ તેવતિયાની કાર પર ફાયરિંગ થયું. હુમલાખોરો ફોર્ચ્યુન અને ક્વાલિસ સહિતની ત્રણ કારોમાં આવ્યા હતા. હુમલાખોરોએ એકે-47માંથી 40 રાઉન્ડ ગોળી વરસાવી હતી. નેતા સહિત કારમાં બેસેલા 6 લોકો ગંભીર રીતે ઘવાયા છે.

લોકસભામાં કથિત ગૌરક્ષક સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની માંગ

લોકસભામાં કથિત ગૌરક્ષક સંગઠનો પર પ્રતિબંધ મૂકવાની માંગ

ગૌરક્ષાના મુદ્દે દલિતો ઉપર થતાં અત્યાચારને ડામવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાની બાબતે હોબાળો કરતાં વિપક્ષોએ લોકસભામાં ગૌરક્ષા સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું, દેશમાં દલિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તમામ વિપક્ષોએ દલિતોની ગરીબ સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

રેલવેની આવક વધારવા માટે હવે પ્રાઈવેટ કંપનીઓના નામે ચાલશે ટ્રેન

રેલવેની આવક વધારવા માટે હવે પ્રાઈવેટ કંપનીઓના નામે ચાલશે ટ્રેન

ભારતીય રેલવે હવે તેની આવક વધારવા માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીમાં નોન ફેર રેવેન્યૂ(એનએફઆર)ને 300 કરોડ રૂપિયાથી વધારીને 1,500 કરોડ રૂપિયા પર પહોંચાડવાનું લક્ષ્ય છે. આ માટે ટે હવે પ્રાઈવેટ કંપનીઓના અને વ્યક્તિઓના નામે ટ્રેન ચલાવવામાં આવશે.

કચરો ઉપાડનારી છોકરીએ બાળલગ્નનો વિરોધ કરી રોલમોડલ બની

કચરો ઉપાડનારી છોકરીએ બાળલગ્નનો વિરોધ કરી રોલમોડલ બની

બેલગાવી તાલુકાના કલાખંભ ગામમાં કચરો વિણતી 14 વર્ષીય બાળકીએ બાળલગ્નનો વિરોધ કર્યો. તેના પરિજનોએ 11 વર્ષીય ઉંમરે તેના લગ્ન નક્કી કર્યાં હતાં પરંતુ તેણે લગ્નની ના પાડી દીધી હતી. જેનાથી પ્રેરણા લઇ ગામના અનેક છોકરા-છોકરીઓ બાળલગ્નનો વિરોધ કરી રહ્યાં છે.

સુષ્મા સ્વાજે પાકિસ્તાનને આપી ચેતવણી

સુષ્મા સ્વાજે પાકિસ્તાનને આપી ચેતવણી

સુષ્મા સ્વરાજે કહ્યું કે ઇસ્લામાબાદે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાની ટેવ છોડી દેવી જોઇએં. તેમણે કહ્યું કે, ભારતને આતંકવાદને પોષવાનું મંજૂર નથી અને પાકિસ્તાને ભારતના આંતરિક મામલે પડવાની જરૂર નથી. કાશ્મીર હિંસા બાદ પાકિસ્તાન ભારત પર માનવાધિકારનું ઉલ્લંઘન કરાયો હોવાનો આરોપ લગાવી રહ્યું છે.

માછલાં પકડવા ગયેલા પિતા-પુત્રો વાઘના વિસ્તારમાં ફસાયા

માછલાં પકડવા ગયેલા પિતા-પુત્રો વાઘના વિસ્તારમાં ફસાયા

મોહરામ બૈદ્યા અને તેમના દીકરા અલાઉદ્દીન બૈદ્યા સુંદરવનની માતલા નદીમાં માછલા પકડવા ગયા હતા. વરદાસને પગલે બોટ નદીમાં ઉંધી વળી જતાં તેઓ તરીને નદી કાંઠે જતા રહ્યા હતા. જોકે વિસ્તાર વાઘોનો હોવાથી તેઓ ઝાડની ટોચે બેસી રાત વિતાવી હતી. બીજી સવારે માછીમાર મિત્રોએ આવી તેમને બચાવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X