શ્રીનગરમાં આતંકી હુમલો, પાંચ જવાન ઇજાગ્રસ્ત

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

શ્રીનગરમાં આતંકી હુમલો, પાંચ જવાન ઇજાગ્રસ્ત

શ્રીનગરમાં આતંકી હુમલો, પાંચ જવાન ઇજાગ્રસ્ત

શ્રીનગરના નૌહટ્ટામાં આતંકી હુમલો થયો છે. આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર અચાનક ફાયરિંગ કર્યું છે. આ ફાયરિંગમાં પાંચ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. ત્યાં જ જમ્મુ કાશ્મીર પોલિસનો એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે. અને બન્ને તરફ ફાયરિંગ શરૂ થઇ છે.

અસહિષ્ણુ શક્તિઓને જવાબ આપવો જરૂરી છે: પ્રણવ મુખર્જી

અસહિષ્ણુ શક્તિઓને જવાબ આપવો જરૂરી છે: પ્રણવ મુખર્જી

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે રાષ્ટ્રીય ચારિત્રના વિરુદ્ધ નબળા વર્ગો પર હુમલા થઇ રહ્યા છે. આવી શક્તિઓનું નિરાકરણ લાવવું જરૂર છે. રાષ્ટ્રપતિ કહ્યું કે ભારતની વિકાસ યાત્રા કોઇ પણ પ્રકારની રોક ટોક વગર આગળ વધવી જોઇએ. વળી તેમણે 70માં સ્વાતંત્ર દિવસે ભારતના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી.

82 જવાનોને વીરતા એવોર્ડ, હવલદાર હંગપનને અશોક ચક્ર

82 જવાનોને વીરતા એવોર્ડ, હવલદાર હંગપનને અશોક ચક્ર

કાશ્મીરમાં ધૂસેલા આતંકીઓ સામે વીરતાથી લડીને શહીદ થયેલા હવાલદાર હંગપન દાદાને તેમની શહીદી માટે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો 82 જવાનોને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં એક અશોક ચક્ર, 14 શૌર્ય ચક્ર, 63 સેના પદક અને બે નવ સેના પદક તથા 2 વાયુસેના પદકોથી જવાનોને સન્માનિત કરવામાં આવ્યા છે.

તિરંગા યાત્રામાં હેલમેટ વગર ફરતા જોવા મળ્યા મનોહર પાર્રિકર

તિરંગા યાત્રામાં હેલમેટ વગર ફરતા જોવા મળ્યા મનોહર પાર્રિકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવા મુજબ દેશના અલગ અલગ વિસ્તારોમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં શનિવારે પોર્ટ બ્લેયરથી સેલુલર જેલ સુધી ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. જેમાં રક્ષામંત્રી મનોહર પાર્રિકર પણ જોડાયા હતા. જો કે તે બાઇક પર હેલમેટ વગર જોવા મળ્યા હતા. જેના કારણે એક નવો વિવાદ ઊભો થયો હતો.

મુંબઇમાં 70માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

મુંબઇમાં 70માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

દેશભરમાં 70માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમોના આયોજન થઇ રહ્યા છે ત્યારે મુંબઇના સુપ્રસિદ્ધ છત્રપતિ શિવાજી ટર્મિનલને પણ ત્રિરંગી લાઇટથી કંઇક આ રીતે સજાવવામાં આવ્યું હતું.

ખેલ જગત અને સ્વતંત્રતા દિવસ

ખેલ જગત અને સ્વતંત્રતા દિવસ

તો પુરીમાં જાણીતા સેન્ડ આર્ટીસ્ટ સુદર્શન પટનાયકે પણ રેતમાં 70માં સ્વાતંત્ર દિવસ અને ઓલ્મપિક બન્નેને જોડીને દેશવાસીઓને 70માં સ્વાતંત્ર દિવસની શુભકામનાઓ આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X