For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બોફોર્સ તોપો સારી કામ કરતી હોવાથી ફાઈલ દબાવી રાખી હતી

બોફોર્સ તોપો સારી કામ કરતી હોવાથી ફાઈલ દબાવી રાખી હતી

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે બોફોર્સ કાંડને લઈને એક નવું જ નિવેદન આપ્યું છે. મુલાયમસિંહે કહ્યું હતું કે યૂનાઈટેડ ફ્રન્ટની સરકારમાં તે જ્યારે રક્ષા મંત્રી હતા ત્યારે જાણીબુઝીને બોફોર્સની ફાઈલ ગાયબ કરી દીધી હતી. એટલું જ નહિં તેને આગળ ધપાવતા પણ વાર કરી હતી.

વિ.કે. સિંહે વેર રાખી મારું પ્રમોશન અટકાવ્યું હતુંઃ જનરલ સુહાગ

વિ.કે. સિંહે વેર રાખી મારું પ્રમોશન અટકાવ્યું હતુંઃ જનરલ સુહાગ

સૈન્યના વડા જનરલ દલબિરસિંહ સુહાગે કેન્દ્રિય પ્રધાન વી.કે.સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા. તેઓએ સુપ્રીમ કોર્ટમાં દાખલ એક સોગંદનામામાં જણાવ્યું છે કે હું સૈન્યમાં હતો અને તે સમયે વી.કે.સિંહ સૈન્યના વડા હતા. મને પ્રમોશન મળે તેમ હતું પણ જાણી જોઇને મને સજા આપવા માટે તેઓએ મને પ્રમોશન ન આપ્યું.

બિહારમાં લઠ્ઠાકાંડ, 13નાં મોત

બિહારમાં લઠ્ઠાકાંડ, 13નાં મોત

દારૂબંધી છતાં બિહારમાં દેશી દારુ વેંચવામાં આવી રહ્યો છે. ગોપાલગંજમાં મંગળવારે રાત્રેથી સવાર સુધીમાં 13 લોકોનાં મોત થયાં. પરિજનોના કહેવા મુજબ આ શખ્સોએ રાત્રે દારૂ પીધો હતો જે બાદ તેમનું મોત થયું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે.

સિંધુની જીત બાદ અમિતાભે શોભા ડેને રોકડું પરખાવ્યું

સિંધુની જીત બાદ અમિતાભે શોભા ડેને રોકડું પરખાવ્યું

બેડમિન્ટન સિંગલ્સના સેમીફાઇનલમાં પી.વી. સિંધુએ જોરદાર જીત હાંસલ કરી હતી. બચ્ચને ટ્વીટ કરી પી.વી. સિંધુને અભિનંદન પાઠવ્યાં હતાં. બચ્ચને ટ્વીટ કરી કહ્યું કે આપ ખાલી હાથ નહીં મેડલ લેકે આ રહે હૈં, ઔર હમ આપકે સાથ સેલ્ફી ખીંચના ચાહતે હૈં.

સરકારે રિલાયન્સને 2546 કરોડનો દંડ ફટકાર્યો

સરકારે રિલાયન્સને 2546 કરોડનો દંડ ફટકાર્યો

રિલાયન્સે પૂર્વીય ઓફશોર કેજી-ડી6 ફિલ્ડમાં નિર્ધારિત લક્ષ્યાંકથી ઓછું કુદરતી ગેસનું ઉત્પાદન કર્યું હતું. જે બદલ સરકારે રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ અને તેના ભાગીદારોને દંડ ફટકાર્યો છે. આરઆઇએલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પડતર બાદ કરવાની મંજૂરી ન આપવા મુદ્દે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

રિયોના તમામ ભારતીય ઍથ્લિટને સલમાન ભેટ આપશે

રિયોના તમામ ભારતીય ઍથ્લિટને સલમાન ભેટ આપશે

રિયો ઑલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ભારતીય ખેલાડીઓને સલમાને ગિફ્ટ આપવાની જાહેરાત કરી. સલમાને ટ્વીટ કરી કહ્યું કે ખેલાડીઓની પ્રશંસા માટે હું તેમને 1,01,000નો ચેકી આપીશ. ઉપરાંત રિયોમાં ગોલ્ડ જીતનાર તમામ ખેલાડીઓને 10 લાખનું ઇનામ આપશે.

English summary
August 19 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X