આનંદીબેનની બલિ ભાજપને નહીં બચાવી શકેઃ રાહુલ ગાંધી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મોદીના કાશીમાં રોડ શો કરશે સોનિયા, દલિત-બ્રાહ્મણો પર નજર

મોદીના કાશીમાં રોડ શો કરશે સોનિયા, દલિત-બ્રાહ્મણો પર નજર

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પીએમ મોદીને તેમના જ સંસદીય ક્ષેત્ર વારાણસીમાં જઈને પડકારશે. યૂપી ઈલેક્શનને ધ્યાનમાં રાખીને દલિત અને બ્રાહ્મણ વોટ મેળવવા માટે સોનિયા વારાણસીમાં ત્રણ કલાકનો રોડ શો કરશે. 6 કિલોમીટર લાંબો આ રોડ શો બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં આરતી પણ કરશે.

ડોપિંગ કેસ : NADAએની નરસિંહ યાદવને ક્લીન ચિટ

ડોપિંગ કેસ : NADAએની નરસિંહ યાદવને ક્લીન ચિટ

નરસિંહ યાદવને NADA (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી)એ મોટી રાહત આપી છે. ડોપિંગ મામલે નાડાએ તેના પરથી પ્રતિબંધ હટાવી લીધો છે. નાડાએ નરસિંહના ડ્રિંકમાં મિલાવટની વાત સ્વીકારી છે. માનવામાં આવી રહ્યું છે કે રિયો ઓલિમ્પિક્સમાં જવાનો તેનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે.

યુપી હાઇવે પાસે માં-દીકરી પર બળાત્કાર, બીજેપીએ માંગ્યો અખિલેશ યાદવ પાસે જવાબ

યુપી હાઇવે પાસે માં-દીકરી પર બળાત્કાર, બીજેપીએ માંગ્યો અખિલેશ યાદવ પાસે જવાબ

બીજેપીએ અખિલેશ યાદવની સરકાર પર નિશાનો સાંધતા કહ્યું છે કે યુપીમાં જંગલરાજ ચાલી રહ્યું છે. પીડિત માં અને દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આખા મામલામાં લગભગ 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી કેટલાકને પીડિતાએ ઓળખી પણ કાઢ્યા છે.

ભારતમાં વઘુ નવી બેંકો આવશે

ભારતમાં વઘુ નવી બેંકો આવશે

આરબીઆઈએ ઑન ટેપ બેન્કિંગ લાઇસન્સ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ ગાઇડલાઇન્સમાં તેમણે કહ્યું છે કે મોટા કોર્પોરેટ હાઉસને અરજી આપવાની અનુમતિ નહીં આપવામાં આવે. મોટા કોર્પોરેટ હાઉસ હવે 10 ટકા જેટલું રોકાણ કરી શકશે. બેન્ક લાઇસન્સ માટે 500 કરોડ રૂપિયાનું મિનિમમ કેપિટલ હોવું જોઈએ.

પશ્ચિમ બંગાળમાં ગૌહત્યા રોકવા મુસ્લિમોને આપવામાં આવે છે લોન

પશ્ચિમ બંગાળમાં ગૌહત્યા રોકવા મુસ્લિમોને આપવામાં આવે છે લોન

પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતેની સંસ્થા ગો વિકાસ પ્રકાસ્થા ગૌહત્યા રોકવા માટે ગાયના માલિકોને મુદ્રા બેંક યોજના દ્વારા લોન મેળવવા મદદ કરે છે.

PM મોદીએ બે વર્ષની કામગીરીની 'પ્રશંસા' પાછળ 36 કરોડ વેડફ્યા

PM મોદીએ બે વર્ષની કામગીરીની 'પ્રશંસા' પાછળ 36 કરોડ વેડફ્યા

વિદેશપ્રવાસમાં કરોડોના વેડફાટ બાદ મોદી સરકારના આડેધડ ખર્ચાઓની વધુ એક વિગત પ્રકાશમાં આવી છે. મોદી સરકારે સત્તામાં બે વર્ષ પૂર્ણ કર્યા બાદ તેની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતી જાહેરાતોને પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવા માટે રૂ. 35.58કરોડ ખર્ચ્યા હતા. મનમોહન સિંહની સરકારે એક પણ રૂપિયો વાપર્યો નહતો.

આનંદીબેનની બલિ ભાજપને નહીં બચાવી શકેઃ રાહુલ ગાંધી

આનંદીબેનની બલિ ભાજપને નહીં બચાવી શકેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર ચાબખા મારતા કહ્યું છે કે ગુજરાતમાં મોદીના 13 વર્ષનું શાસન રાજ્યની વર્તમાન દશાનું કારણ છે. મંગળવારે ગાંધીએ ટ્વિટ કર્યું કે 'હાલમાં ગુજરાત સળગી રહ્યું છે. તેમણે કહ્યું, 'કોઇની 'બલિ આપવા'થી ભાજપ બચી નહીં શકે.'

SAARCમાં આતંકીનો મુદ્દો ઉઠાવશે ભારત

SAARCમાં આતંકીનો મુદ્દો ઉઠાવશે ભારત

ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાર્ક સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જનાર છે. 4 ઓગસ્ટે મળનારી બેઠકમાં રાજનાથ સિંહ આતંકી બુરહાન વાની મુદ્દે પાક.ની પોલ ખોલશે. સમિટ દરમિયાન રાજનાથનો પાકિસ્તાન પ્રતિનિધિઓ સાથે મુલાકાત અંગેનો કોઈ શેડ્યૂલ નથી.

હાફિઝની સંસ્થા કાશ્મીરમાં જીવનજરૂરી ચીજો મોકલાવશે

હાફિઝની સંસ્થા કાશ્મીરમાં જીવનજરૂરી ચીજો મોકલાવશે

ફલાહ એ ઈન્સાનિયત ફાઉન્ડેશન(એફઆઈએફ)એ જમ્મુ-કાશ્મીરમાં રહેતા લોકો માટે જીવનજરૂરી ચીજોથી ભરેલાં વાહનો મોકલવા નિર્ણય કર્યો છે. આ ફાઉન્ડેશનના પ્રમુખ હાફિઝ સૈયદ છે. આ માટે જે વાહનો મોકલવાનાં છે તેનો જથ્થો પાકિસ્તાનમાંથી દાન તરીકે એકત્ર કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X