પાકિસ્તાનના કરાચીમાં જ રહે છે દાઉદ ઇબ્રાહિમ

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સ્કોર્પિયન સબમરીનનો સીક્રેટ ડેટા થયો લીક

સ્કોર્પિયન સબમરીનનો સીક્રેટ ડેટા થયો લીક

ઇન્ડિય નેવી માટે એક ખરાબ સમાચાર છે. ફ્રાંસના ડિફેન્સ કોન્ટ્રાક્ટર ડીસીએનએસની સબમરીનનો સીક્રેટ ડેટા લીક થઇ ગયો છે. જેનાથી ભારત, મલેશિયા અને ચીલી માટે ખતરો વધી શકે છે. ઓસ્ટ્રલિયાના એક અખબાર આ ડેટાના 22,400 પેઝ લીક થયા છે. નોંધનીય છે કે આ ડીસીએનએસના અનેક વર્ઝનની સબમરિન ઇન્ડિયન નેવી પાસે છે. જો કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ તમામ વાતોને ખોટી હોવાની વાત કરી છે. જો કે રક્ષા મંત્રી મનોહર પાર્રિકરે તેને હેકિંક કરાર કરીને કહ્યું છે કે તમામ માહિતી લિંક નથી થઇ. અને અમે તપાસ કરી રહ્યા છીએ.

બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની સાક્ષી

બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બની સાક્ષી

રિયો ઓલમ્પિકમાં ફ્રી સ્ટાઇલ પહેલવાનીમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવનાર સાક્ષી મલિકને હરિયાણા સરકારે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બુધવારે બહાદૂરગઢમાં સાક્ષીના સન્માનમાં આયોજીત કાર્યક્રમમાં આ ધોષણા કરી હતી.

ખાલી હિંદુઓની જ નહીં, મુસ્લિમોની પણ માં છે ગાય: શંકરાચાર્ય

ખાલી હિંદુઓની જ નહીં, મુસ્લિમોની પણ માં છે ગાય: શંકરાચાર્ય

હંમેશા પોતાના નિવેદનો માટે જાણીતા દ્વારકાના શારદાપીઠના પ્રમુખ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે ગાય ખાલી હિંદુઓની જ નહીં પણ મુસ્લિમોની પણ માં છે. કારણ કે ગાય બીજા ધર્મના લોકોને પણ એટલો જ ફાયદો પહોંચાડે છે. ગાયના દૂધથી જેટલુ પ્રોટિન હિંદુઓને મળે છે તેટલું મુસ્લિમને પણ મળે છે. અને ગાયની રક્ષા કરવી ભારતીયતાનું પ્રતીક છે.

પતંજલિના ઉત્પાદનો પર દારૂલ ઉલૂમનો ફતવો

પતંજલિના ઉત્પાદનો પર દારૂલ ઉલૂમનો ફતવો

ઇદારે દારૂલ ઉલૂમ દેવબંદે બાબા રામદેવની વિરુદ્ધમાં મોર્ચો નીકાળ્યો છે. તેમણએ બાબા રામદેવની કંપની પતંજલિના પ્રોડક્ટ વિરુદ્ધ એક ફતવો જાહેર કર્યો છે. જે મુજબ પતંજલિના પ્રોડક્ટમાં ગૌ-મૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેનો પ્રયોગ કરવો મુસ્લિમો માટે હરામ છે. તેમણે ફતવો જાહેર કરીને આવા ઉત્પાદનો ન વાપરવાની અપીલ કરી છે. જો કે જે પ્રોડક્ટમાં ગૌ મૂત્ર ના હોય તેનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

પાકિસ્તાનના કરાચીમાં જ રહે છે દાઉદ ઇબ્રાહિમ

પાકિસ્તાનના કરાચીમાં જ રહે છે દાઉદ ઇબ્રાહિમ

મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના રહેઠાણ અંગે ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે મુજબ સંયુક્ત રાષ્ટ્રએ પણ તે વાત માની છે કે દાઉદ પાકિસ્તાનના કરાચીમાં પોતાની પત્ની અને ચાર બાળકો સાથે રહી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ દાઉદના 6 રહેઠાણ પર મોહર લગાવી છે.

દલિત નહતો હૈદરાબાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી રોહિત વેમુલા?

દલિત નહતો હૈદરાબાદ યુનિવર્સિટીનો વિદ્યાર્થી રોહિત વેમુલા?

હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થી રોહિત વેમુલાની જાતિને લઇને અનેક વિવાદો થયા હતા. જે પર માનવ સંશાધન વિકાસ મંત્રાલયે એક કમિટીની રચી હતી. જેના રિપોર્ટ મુજ રોહિત વેમુલા દલિત નહતો. આ રિપોર્ટ મુજબ વેમુલા અનુસુચિત જાતિ એટલે કે એસસી કેટેગરીમાં આવતો હતો.

રિયો ઓલમ્પિકથી પરત ફરેલી એથલિટ સુધા સિંહ H1N1થી પીડિત

રિયો ઓલમ્પિકથી પરત ફરેલી એથલિટ સુધા સિંહ H1N1થી પીડિત

રિયો ઓલમ્પિકમાં સ્ટીપલચેઝ સ્પર્ધા દેશની પ્રતિનિધિત્વ કરનાર ખેલાડી સુધા સિંહ H1N1થી સંક્રમિત છે તેવું બહાર આવ્યું છે. રિયાની પરત ફર્યા પછી તેની હાલત ખરાબ થતા તેને બેંગલૂરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારે તેવું લાગતું હતું કે કદાચ તે જીકો વાયરસથી પીડિત હોય પણ રિપોર્ટ બહાર આ સચ્ચાઇ બહાર આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X