પીએમ મોદીને મળ્યા બાદ મહેબૂબા મુફ્તી પાક. પર નિશાન તાક્યું
ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.
પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પીએમ મોદીને મળ્યા બાદ મહેબૂબા મુફ્તી પાક. પર નિશાન તાક્યું
દિલ્હી ખાતે, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જે બાદ તેમણે મીડિયાને જણાવ્યું હતું કે વડાપ્રધાન પણ કાશ્મીરના પ્રશ્નોને લઇને ચિંતત છે. સાથે જ તેમણે કાશ્મીરના લોકો અને નેતાઓને અપીલ કરી હતી કે તે કાશ્મીરમાં શાંતિ જાળવે. વધુમાં મહેબૂબાએ પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરી યુવાનોને ભ્રમિત કરી રહ્યું છે. અને આમ કરીને પાક. ભારત સાથે વાતચીત કરવાનો મોકો પણ ગુમાવી રહ્યું છે.

અમિત શાહ: સૌનો સાથ, સૌનો વિકાસ તે જ અમારો એજન્ડા છે.
ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે ભાજપા સરકારનો એક જ લક્ષ્ય છે સૌનો સાથ સૌનો વિકાસ. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે શહેરાના વિકાસ સાથે ગામનો વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. અને વિકાસ અને જનકલ્યાણની યોજનાઓ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ.

વિજય રૂપાણી સમતે નીતિન પટેલ દિલ્હીમાં
ભાજપ શાસિત રાજ્યોની દિલ્હી ખાતેની બેઠકમાં હાજરી આપવા માટેન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ. મુખ્યમંત્રી નીતિન પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ બેઠકમાં ભાગ લીધો હતો.

હિમાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા, લોકોમાં ભય
હિમાચલ પ્રદેશના શનિવાર સવારથી ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માંપવામાં આવી છે. વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ આવેલા આ ભૂકંપના કારણે કુલ્લુ, મનાલી, રામપુર, શિમલાના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.












Click it and Unblock the Notifications
