Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કાશ્મીરઃ 52 દિવસે કર્ફ્યૂ હટાવાયો

કાશ્મીરઃ 52 દિવસે કર્ફ્યૂ હટાવાયો

કાશ્મીરમાં છેલ્લા 52 દિવસથી રહેલા કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. જો કે નૌહટ્ટા અને મહારાજાગંજ વિસ્તારમાં કર્ફ્યૂ ચાલુ છે. આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટર બાદ કાશ્મીર ખીણમાં હિંસા ફાટી નીકળતાં કર્ફ્યૂ લગાવાયો હતો. અનેક વિસ્તારોમાં હજુ કલમ 144 લાગુ રાખવામાં આવશે, ઉપરાંત 10થી વધુ લોકો એકઠા નહીં થઇ શકે.

વિદેશી ટૂરિસ્ટને સ્કર્ટ ના પહેરવાની મંત્રીની સલાહ

વિદેશી ટૂરિસ્ટને સ્કર્ટ ના પહેરવાની મંત્રીની સલાહ

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી મહેશ શર્માએ ભારત આવનારા વિદેશી પર્યટકોને સ્કર્ટ અથવા અન્ય નાના કપડા ના પહેરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે મહિલા વિદેશી પર્યટકોએ રાત્રે બહાર નીકળવાથી બચવું જોઈએ. તેમણે આની પાછળનું કારણ મહિલા પર્યટકોની સુરક્ષા હોવાનું જણાવ્યું છે.

ફી ન આપતાં વિદ્યાર્થીને ફટકારાયો, થયું મોત

ફી ન આપતાં વિદ્યાર્થીને ફટકારાયો, થયું મોત

મણિપુરમાં સમયસર સ્કૂલની ફી ન ભરી શકનાર વિદ્યાર્થીને સ્કૂલના અધિકારીઓએ ફટકાર્યો હતો. સ્કૂલમાં જ સુરેશ તોંગબ્રામ નામના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. સ્કૂલ અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાજપેયીની નીતિથી જ કાશ્મીર સમસ્યા ઉકેલાશેઃ મહેબૂબા

વાજપેયીની નીતિથી જ કાશ્મીર સમસ્યા ઉકેલાશેઃ મહેબૂબા

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન આજે નહીં તો ક્યારેય નહીં થાય. કારણ કે કેન્દ્રમાં મોદીની શક્તિશાળી સરકાર છે. સમસ્યાનું સમાધાન લાવવા માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની નીતિ અપનાવવી પડશે. વાજપેયીના સંબંધ સુધારવાના પ્રયાસો બાદ કારગીલ થઇ ગયું હતું.

પાક. સાથે યુદ્ધ પણ કરાવી શકે છે મોદીઃ માયાવતી

પાક. સાથે યુદ્ધ પણ કરાવી શકે છે મોદીઃ માયાવતી

બીએસપી અધ્યક્ષા માયાવતીએ પીએમ નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પીએમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં બલૂચિસ્તાન અને પીઓકે મુદ્દો ઉઠાવવા પર યુપી ઇલેક્શનને જોડ્યું હતું. કહ્યું કે ઇલેક્શન જીતવા માટે મોદી પાકિસ્તાન સાથે યુદ્ધ પણ કરાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X