ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેરળમાં ટેરર ક્લાસીસ ચલાવી રહ્યું છે ISIS

કેરળમાં ટેરર ક્લાસીસ ચલાવી રહ્યું છે ISIS

ભારતની ધરતી પર જ આતંકવાદી સંગઠનો તાલિમ આપી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાબુલ જઇ રહેલી કેરળની મહિલાએ ધરપકડ બાદ આ ખુલાસો કર્યો હતો. મહિલાએ કહ્યું કે કેરળમાં શિક્ષણના ઓઠા હેઠળ આતંકવાદના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. 2014ના મધ્યથી અત્યાર સુધીમાં 40 જેટલા આઇએસના સમર્થકો પકડાયા છે.

GST દર 18 ટકાથી વધારે રહેશે તો કોઇ ફાયદો નહીં

GST દર 18 ટકાથી વધારે રહેશે તો કોઇ ફાયદો નહીં

GST મુદ્દે મંગળવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રી, ઇન્ડસ્ટ્રીઝ સંગઠન અને વેપારીઓ સાથે નાણાપ્રધાને બેઠક યોજી હતી. ભાગના ઈન્ડસ્ટ્રીઝ સંગઠનોએ માંગણી કરી છે કે જીએસટીનો દર 18 ટકા કરતાં વધારે હશે તો જીએસટીને લાગુ કરવાનો કોઈ ફાયદો નહિ થાય. વેપારીઓએ સિંગલ પોઈન્ટ રજીસ્ટ્રેશનની માંગ મૂકી હતી.

રેલવેની ટિકિટ ઓનલાઇન બુક કરાવશો તો મળશે રૂપિયા 10 લાખનો વીમો

રેલવેની ટિકિટ ઓનલાઇન બુક કરાવશો તો મળશે રૂપિયા 10 લાખનો વીમો

એક સપ્ટેમ્બર 2016થી વેબસાઇટ પર ટિકિટ બુક કરાવનાર મુસાફરોને એક રૂપિયાથી પણ ઓછા એટલે કે 92 પૈસા પર 10 લાખ રૂપિયાનો મુસાફરી વીમો આપવામાં આવશે. આ સુવિધા ઉપનગરીય ટ્રેનોને સિવાયની તમામ ટ્રેનોમાં તમામ વર્ગની ટિકિટો પર લાગુ પડશે.

રેલવેમાં માત્ર 32 રૂપિયામાં મળશે પૌષ્ટિક જમવાનું

રેલવેમાં માત્ર 32 રૂપિયામાં મળશે પૌષ્ટિક જમવાનું

ભારતીય રેલવેના યાત્રીઓને પ્લેટફોર્મ ઉપરાંત ટ્રેનની અંદર પણ સસ્તું અને સારું ભોજન મળી રહેશે. IRCTCએ દાલ-ચાલવ માત્ર રૂપિયા 32, રાજમા ચાવલ માત્ર રૂપિયા 40, મટર પનીર માત્ર રૂપિયા 45, ઉપમા 40 રૂપિયા અને ચિકન બિરયાની માત્ર રૂપિયા 50માં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે

આઠ લાખની સાડીને કારણે સ્મૃતિ વિવાદમાં ફસાયાં

આઠ લાખની સાડીને કારણે સ્મૃતિ વિવાદમાં ફસાયાં

ટ્વિટર પર 'લૂંટ કી રાની સ્મૃતિ ઇરાની' ટ્રેન્ડ કરવા લાગ્યું છે. સ્મૃતિએ આઠ લાખની સાડી ખરીદી હતી જે બાદ વિવાદ શરૂ થયો. સ્મૃતિએ આ અંગે કોઇ સત્તાવાર માહિતી આપી ન હતી પરંતુ ટ્વીટર પર આ મુદ્દો વાઇરલ થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X