ચિક્કાર દારૂ પીધા બાદ કર્યો હતો માતા અને પુત્રીનો રેપ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

UP ગેંગરેપ : આરોપીઓએ ચિક્કાર દારૂ પીધા બાદ કર્યો હતો માતા અને પુત્રીનો રેપ

UP ગેંગરેપ : આરોપીઓએ ચિક્કાર દારૂ પીધા બાદ કર્યો હતો માતા અને પુત્રીનો રેપ

ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં 35 વર્ષની મહિલા અને તેની સગીર પુત્રી સાથે થયેલા ગેંગરેપ પર યુપી પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ચિક્કાર દારુ પીધા બાદમાં પીડિતો પર બળાત્કાર કર્યો હતો. સોમવારે પોલીસે ઘટનાના મુખ્ય આરોપી સલીમ બાવરિયાની ધરપકડ કરી હતી.

રાજસ્થાનમાં ભારે વરસાદ: હેલિકોપ્ટરથી રેસ્કયૂ કાર્ય

રાજસ્થાનમાં ભારે વરસાદ: હેલિકોપ્ટરથી રેસ્કયૂ કાર્ય

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડ સહિત દેશના અનેક વિસ્તારમાં સતત અને ભારે વરસાદથી ઠેરઠેર ખાનાખરાબી સર્જાઈ છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી પૂરમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્કયૂ કરી અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. રાંચીમાં ભારે વરસાદથી અનેક લોકોના ઘરમાં પાણી ભરાઈ જતાં લોકો મુસીબતમાં મુકાઈ ગયા હતા.

કલિખોની આત્મહત્યા બાદ સમર્થકો ભડક્યા

કલિખોની આત્મહત્યા બાદ સમર્થકો ભડક્યા

અરૂણાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલિખો પુલનો મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો. કલિખોની આત્મહત્યાના સમાચારથી રોષે ભરાયેલા સમર્થકો રસ્તા પર આવી ગયા છે. સમર્થકોએ હાલના મુખ્યમંત્રીના ઘર સામે ઘેરાવો નાખ્યો છે. હાલ ઇટાનગરની પરિસ્થિતિ તંગ જણાઇ રહી છે.

બુલંદશહર બળાત્કાર કેસમાં 3ની ધરપકડ

બુલંદશહર બળાત્કાર કેસમાં 3ની ધરપકડ

બુલંદશહરમાં ગેંગરેપ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. NH-91 પર નોઇડાના પરિવારને લૂંટી માતા અને પુત્રી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે પીડિતા પાસે આરોપીઓની ઓળખ પણ કરાવી લીધી છે.

રાજ્યસભામાં આત્મહત્યા અંગેનું બિલ પાસ થયું

રાજ્યસભામાં આત્મહત્યા અંગેનું બિલ પાસ થયું

સોમવારે રાજ્યસભાએ મેન્ટલ હેલ્થ કેર બિલને મંજુરી આપી દીધી છે. જે મુજબ આત્મહત્યાને ગુનો ગણવામાં નહીં આવે. બિલમાં આત્મહત્યા કરનારને સજાને બદલે સારવાર મળે તેના પર ભાર મુકવામાં આવ્યો છે.

પેરાસેલિંગ કરતો વેપારી 60 મી. ઉંચાઈથી પટકાયો, સારવાર ન મળતા મોત

પેરાસેલિંગ કરતો વેપારી 60 મી. ઉંચાઈથી પટકાયો, સારવાર ન મળતા મોત

તામિલનાડુના કોઈમ્બતુરમાં પેરાસેલિંગ કરી રહેલા બિઝનેસમેનનું 60 મીટરની ઉંચાઈથી નીચે પડવાના કારણે મૃત્યુ થયું છે. 53 વર્ષના માલેશ્વરા રાવ પેરાશૂટથી હવામાં ઉડી રહ્યા હતા. તે દરમિયાન તેમનો બેલ્ટ તૂટી ગયો હતો અને તેમના નીચે પટકાવાના કારણે મૃત્યુ થયું હતું.

કાશ્મિર મુદ્દે નરેન્દ્ર મોદીએ રાજનાથ અને અજીત ડોવલ સાથે કરી વાત

કાશ્મિર મુદ્દે નરેન્દ્ર મોદીએ રાજનાથ અને અજીત ડોવલ સાથે કરી વાત

મોદી સરકાર કાશ્મિર મુદ્દાને બરોબર હેન્ડલ નથી કરતી તેવી વિપક્ષ દ્વારા કરવામાં આવતી તીખી આલોચના પછી સરકાર જાગી છે. કાશ્મિર મુદ્દે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ સાએથ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઘાટીની સ્થિતિ પર ચર્ચા કરી હતી

દલિત મુદ્દે મોદીના વલણથી વિપક્ષ નાખુશ

દલિત મુદ્દે મોદીના વલણથી વિપક્ષ નાખુશ

કથિત ગૌરક્ષકોના દલિતો પરના અત્યાચારના વિરુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુસ્સો અને તેમના બે બે વખતના નિવેદન પણ વિપક્ષને સંતુષ્ટ કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. સોમવારે કોંગ્રેસે દલિત અત્યાચારના મુદ્દે લોકસભાાંથી વોકઆઉટ કર્યું અને મોદીને મજબૂર ગણાવ્યા. વિપક્ષે આ મુદ્દે વડાપ્રધાનને સંસદમાં નિવેદન આપવાની માગ કરી.

કાશ્મીર હિંસા પર બોલ્યા PM મોદી : બાળકોના હાથમાં પથ્થર હોવાનું દુ:ખ

કાશ્મીર હિંસા પર બોલ્યા PM મોદી : બાળકોના હાથમાં પથ્થર હોવાનું દુ:ખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે શહીદ ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળ ભાભરા પહોંચ્યા છે. 32 દિવસ બાદ કાશ્મીર હિંસા પર આજે મોદીએ મૌન તોડ્યું છે. તેમણે કહ્યું, 'દુઃખ થાય છે કે, જે બાળકોના હાથમાં લેપટોપ, પુસ્તકો, બેટ હોવું જોઈએ, મનમાં સપના હોવા જોઈએ તેમના હાથમાં પથ્થર હોય છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X