For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

23 હજાર પછી હવે રીક્ષા ડ્રાઈવરનું 32500 રૂપિયાનું ચાલાન કપાયું

મોટર વ્હીકલ એક્ટમાં સુધારા અને હવે નિયમોનો ભંગ કરનારાઓની ખેર નથી. 1 સપ્ટેમ્બરથી ઘણા રાજ્યોમાં અમલમાં આવેલા આ એક્ટ બાદ, નિયમોનું ભંગ કરનારા લોકોને ભારે દંડ ભરવો પડી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મોટર વ્હીકલ એક્ટમાં સુધારા અને હવે નિયમોનો ભંગ કરનારાઓની ખેર નથી. 1 સપ્ટેમ્બરથી ઘણા રાજ્યોમાં અમલમાં આવેલા આ એક્ટ બાદ, નિયમોનું ભંગ કરનારા લોકોને ભારે દંડ ભરવો પડી રહ્યો છે. આવો જ એક તાજેતરનો કિસ્સો ગુરુગ્રામમાંથી સામે આવ્યો છે. જ્યાં એક ઓટો ચાલકને 32,500 રૂપિયા દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું. ઘણા ડ્રાઇવરો અને ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડ ભરવાની ફરજ પડી છે.

Auto driver fined

ખરેખર, ગુરુગ્રામના બ્રિસ્ટોલ ચોક પર બુધવારે દંડ ફટકારવામાં આવ્યો છે. રીક્ષા ડ્રાઇવર પાસે નોંધણી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પ્રદૂષણ પ્રમાણપત્ર અને વીમા કાગળો નહોતા. ત્યારબાદ ટ્રાફિક પોલીસે તેને 32,500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જણાવી દઈએ કે એક દિવસ અગાઉ દિલ્હીમાં રહેતા દિનેશ મદનને ગુરુગ્રામ પોલીસે કેટલાક નિયમોના ભંગ બદલ 23,000 રૂપિયા દંડ ફટકાર્યો હતો. જે પછી સમાચાર આવ્યા કે દિનેશે દંડ ભરવાનું ના પાડી દીધું કારણકે તેની જૂની સ્કૂટીની એટલી કિંમત જ નથી.

દંડમાં 5 થી 10 ગણો વધારો થયો છે

મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલા સુધારા બાદ ટ્રાફિકના નિયમો તોડવાની દંડમાં હવે 5 થી 10 ગણો વધારો થયો છે. આ કારણોસર, પહેલા જે લોકો માત્ર 100 રૂપિયાનો દંડ ભરીને જતા રહેતા હતા તેમને હવે 1000 રૂપિયાનો દંડ ભરવો પડી રહ્યો છે. દિલ્હી સરકારની સૂચના મુજબ ટ્રાફિક પોલીસે રવિવારથી નવા નિયમો અનુસાર ચાલનો કાપવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો: દેશમાં મંદીના કારણે ગુજરાતના 4 લાખ લોકોની નોકરી પર સંકટ

English summary
Auto driver fined Rs 32,500 for not carrying license and other papers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X