For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડના 2 પર્વતો પર હિમસ્ખલન, પર્વતારોહણ કરતા 21 લોકો ફસાયા, રેસક્યુ ઓપરેશન ચાલુ

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ડોકરાણી બમાક ગ્લેશિયરમાં હિમસ્ખલન . નેહરુ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (NIM)ના 29 લોકો હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયા બાદ ફસાયા હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ડોકરાણી બમાક ગ્લેશિયરમાં હિમસ્ખલન થયુ છે. નેહરુ માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (NIM)ના 29 લોકો હિમપ્રપાતની ઝપેટમાં આવી ગયા બાદ ફસાયા હતા. ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. 21 લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે.

Avalanche

દ્રૌપદીના ડાંડા 2 પર્વતના શિખર પર હિમસ્ખલન

માહિતી આપતાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે દ્રૌપદીના ડાંડા 2 પર્વત શિખરમાં હિમપ્રપાતને કારણે ઉત્તરકાશીની નેહરુ પર્વતારોહણ સંસ્થાના 28 તાલીમાર્થીઓ ફસાયા હતા. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ જી સાથે વાત કર્યા બાદ અને બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે સેનાની મદદ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ આપવાનું આશ્વાસન અપાયુ છે.

તાલીમાર્થીઓને વહેલામાં વહેલી તકે સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે NDRFની ટીમ સાથે જિલ્લા વહીવટી તંત્ર, SDRF આર્મી અને ITBPના જવાનો દ્વારા ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે હિમસ્ખલનને કારણે જાનમાલના નુકસાન વિશે માહિતી આપતા મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

English summary
Avalanche on 2 mountains in Uttarakhand, 21 climbers trapped
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X