RSS સાથે સંબંધ ધરાવતા ખેલાડીઓને નહીં મળે આર્થિક મદદ!

જયપુરના સવાઇમાનસિંહ સ્ટેડિયમમાં એકઠા થયેલા બાળકો પોતાના ખેલના દમ પર સરકારના ચાહિતા બન્યા છે. રાજસ્થાનની સરકાર પણ આ તમામ બાળકોને સારા ખેલ બદલ આર્થિક મદદ આપી રહી છે. પચાસ હજારથી લઇને એક લાખ સુધીની સહાયતા મળવાની છે, પરંતુ શરત એ છે કે તેમણે એક શપથ પત્ર આપવું પડશે, જેમાં તેમના કોઇપણ પ્રકારના સંબંધ આરએસએસ અને જમાતી ઇસ્લામી સાથે નથી.
સ્કૂલી બાળકોને ખબર નથી કે આરએસએસ અને જમાતે ઇસ્લામીવાળા શપથ પત્રો શા માટે ભરાવવામાં આવી રહ્યાં છે, પરંતુ અધિકારીઓનું કહેવું છે કે તેઓ તો સરકાર તરફથી મળેલા ફોરમેટને ભરાવવાની પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. ચેક વિતરણ કરનાર રાજ્ય ખેલ પરિષદનું પણ કહેવું છે કે નિર્દેષ સરકારના છે અને તેઓ માત્ર તેનું પાલન કરાવી રહ્યાં છે. ચૂંટણી વર્ષમાં ગહલોત પોતાના આ નિર્ણયથી કયું નિશાન સાધવા ઇચ્છે છે અને તેનાથી શું લાભ થશે એ તો જાણ નથી પરંતુ નિર્ણય પર વિવાદ તો જરૂરથી થશે.












Click it and Unblock the Notifications
